Get The App

અમદાવાદ મ્યુનિ.ની હોસ્પિટલ,સી.એચ.સી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ૭૭૨૧ દર્દીઓને સારવાર,૧૪.૭૧ કરોડના કલેઈમ

આ યોજના હેઠળ એસ.વી.પી.હોસ્પિટલમાં સૌથી વધુ ૪૮૭૧ દર્દીઓએ સારવાર મેળવી,૧૦.૭૬ કરોડથી વધુની રકમના કલેઈમ

Updated: Mar 5th, 2023

GS TEAM


Google News
Google News
અમદાવાદ મ્યુનિ.ની હોસ્પિટલ,સી.એચ.સી. કેન્દ્રમાં પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ ૭૭૨૧ દર્દીઓને સારવાર,૧૪.૭૧ કરોડના કલેઈમ 1 - image


અમદાવાદ,રવિવાર,5 માર્ચ,2023

કેન્દ્ર સરકાર દ્વારા પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પિટલો ઉપરાંત કોમ્યુનિટી હેલ્થ સેન્ટરો ખાતે ડીસેમ્બર-૨૨ સુધીમાં ૭૭૨૧ દર્દીઓને સારવાર આપવામાં આવી હતી.દરમિયાન રુપિયા ૧૪.૭૧ કરોડના કલેઈમ થવા પામ્યા હતા.એસ.વી.પી.હોસ્પિટલમાં સૌથી વધુ ૪૮૭૧ દર્દીઓએ આ યોજના હેઠળ સારવાર મેળવી હતી ઉપરાંત ૧૦.૭૬ કરોડથી વધુ રકમના કલેઈમ થવા પામ્યા હતા.

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની પાંચ હોસ્પિટલો ઉપરાંત સાત કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે જુલાઈ-૨૦૨૧થી ડીસેમ્બર-૨૦૨૨ સુધીના સમય દરમિયાન પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના અંતર્ગત ૭૭૨૧ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામાં આવી હતી.શહેરમાં આવેલી એસ.વી.પી.હોસ્પિટલમાં તત્કાલીન મ્યુનિસિપલ કમિશનર દ્વારા પ્રધાનમંત્રી જનઆરોગ્ય યોજના હેઠળ દર્દીઓને આપવાપાત્ર વિનામૂલ્યે સારવારનો લાભ બંધ કરાવવામાં આવ્યો હતો.જેના પગલે વિધાનસભા સુધી આ બાબતની રજુઆત ધારાસભ્યો દ્વારા કરવામાં આવી હતી.શાસક અને વિપક્ષના ચૂંટાયેલા પ્રતિનિધિઓની અવારનવાર રજુઆત બાદ એસ.વી.પી.હોસ્પિટલમાં પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત દર્દીઓને વિનામૂલ્યે સારવારનો લાભ મળતો શરુ થયો હતો.એસ.વી.પી.હોસ્પિટલ ખાતે જુલાઈ-૨૦૨૧થી ડીસેમ્બર-૨૦૨૨ સુધીના સમયમાં કુલ ૪૮૭૧ દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવા પાછળ ૧૦.૭૬ કરોડથી પણ વધુ રકમનો ખર્ચ થવા પામ્યો હતો.અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અત્યારસુધીમાં ૧૪ લાખથી વધુ પ્રધાનમંત્રી જનઆરોગ્ય કાર્ડનુ નાગરિકોને વિતરણ કરવામાં આવ્યુ છે.મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની એસ.વી.પી.હોસ્પિટલ ઉપરાંત વી.એસ.હોસ્પિટલ,એલ.જી.હોસ્પિટલ તેમજ શારદાબેન હોસ્પિટલ તેમજ સાત જેટલા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ઉપર પી.એમ.જય કાર્ડ ધરાવતા દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપવામા આવી હતી.શહેરમાં વધુ કેટલાક સી.એચ.સી.કેન્દ્ર ખાતે આ યોજના આગામી દિવસોમાં શરુ કરવામાં આવશે.

કઈ હોસ્પિટલ-સી.એચ.સી.માં કેટલા દર્દીઓએ સારવાર મેળવી

હોસ્પિટલ       દર્દીની સંખ્યા   કુલ કલેઈમની રકમ

એસ.વી.પી.     ૪૮૭૧         ૧૦૭૬૬૦૪૭૫

એલ.જી.        ૩૩૩           ૭૨૮૭૭૪૫

વી.એસ.         ૧૦૩૭           ૫૩૪૭૦૨૦

શારદાબેન      ૮૯૧           ૨૦૨૫૪૩૫૦

નગરી          ૨૫૨           ૪૫૦૬૨૦૦

ચાંદખેડા        ૪૪             ૪૧૯૮૦૦

દાણીલીમડા    ૪૧             ૨૩૨૬૦૦

ગોમતીપુર      ૩૪             ૧૬૫૬૦૦

વટવા          ૪૮             ૪૪૭૭૦૦

સાબરમતી      ૬૬             ૩૧૭૭૦૦

સરખેજ         ૧૫             ૮૩૫૦૦

રખિયાલ        ૮૯             ૪૪૧૭૦૦

કુલ             ૭૭૨૧         ૧૪૭૧૬૪૩૯૦

Tags :