અમદાવાદ મ્યુનિ.ફુડ વિભાગે ગુજરાત યુનિ.કેન્ટિન પાસેથી દસ હજારની પેનલ્ટી વસૂલ કરી
ત્રણ કિલોગ્રામ ખાદ્ય જથ્થાનો નાશ કરીને કેન્ટિનને નોટિસ પણ ફટકારી
અમદાવાદ,શનિવાર,8 ફેબ્રુ,2025
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે ગુજરાત
યુનિવર્સિટી કેમ્પસમાં આવેલી કેન્ટિનમાં શુક્રવારે તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન
મસ્કાબન અને ટોમેટામાંથી બનાવતા ટોમેટો
ટ્રેસીંગના બે સેમ્પલ લઈ કેન્ટિનને નોટિસ ફટકારી રુપિયા દસ હજારની પેનલ્ટી વસૂલ
કરી હતી.ઉપરાંત ત્રણ કિલોગ્રામ ખાદ્યજથ્થાનો નાશ કર્યો હોવાનું
સત્તાવારસૂત્રોમાંથી જાણવા મળે છે.
આ અંગે પ્રાપ્ત થતી વિગત મુજબ, મ્યુનિસિપલ
કોર્પોરેશનના ફુડ વિભાગની એક ટીમ શુક્રવારે ગુજરાત યુનિવર્સિટી કેમ્પસ ખાતે ચાલતી
કેન્ટિનની સ્થળ તપાસ માટે પહોંચી હતી.કેન્ટિનમાંથી મસ્કાબન અને ટોમેટો બનાવટના એમ
બે સેમ્પલ લેવામા આવ્યા હતા. શુક્રવારે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફુડ વિભાગે ગુજરાત
યુનિવર્સિટી કેમ્પસમાં ચાલતી કેન્ટિનમાં સ્થળ તપાસ કરી હોવા છતાં એડીશનલ મેડીકલ
ઓફિસર ઓફ હેલ્થ ડોકટર ભાવિન જોષીએ ફોન ઉપર સંપર્ક કરવાનુ ટાળી દીધુ હતુ.