Get The App

અમદાવાદ મ્યુનિ.નો હીટ એકશન પ્લાન, અમદાવાદના વિવિધ વોર્ડના રસ્તા ઉપર ગ્રીનનેટ લગાવાશે

બપોરે ૧૨થી ૪ કલાક દરમિયાન કામ સિવાય બહાર ન નીકળવા અપીલ

Updated: Mar 10th, 2025


Google News
Google News

  અમદાવાદ મ્યુનિ.નો હીટ એકશન પ્લાન, અમદાવાદના વિવિધ વોર્ડના રસ્તા ઉપર ગ્રીનનેટ લગાવાશે 1 - image   

  અમદાવાદ,સોમવાર,10 માર્ચ,2025

આ વર્ષે ઉનાળો આકરો બનવાની આગાહી વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશને હીટ એકશન પ્લાન તૈયાર કર્યો છે. વિવિધ વોર્ડના રસ્તા ઉપરના ટ્રાફિક જંકશન ઉપર  ગ્રીન નેટ લગાવાશે.બપોરે ૧૨થી ૪ કલાક દરમિયાન કામ સિવાય બહાર ન નીકળવા લોકોને અપીલ કરાઈ છે.મ્યુનિ.તંત્ર પીવાના પાણીની પરબ સ્વૈચ્છીક સંસ્થાની મદદથી શરૃ કરાવશે.ઝોન દીઠ ૫૦ પાણીની પરબ શરુ કરાશે.

માર્ચ મહીનાના આરંભ સાથે શહેરનુ મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી સેલ્સિયસ ઉપર પહોંચી ગયુ છે.મ્યુનિસિપલ સ્કૂલ બોર્ડ હસ્તકની શાળાઓમાં ૧.૫ લાખથી વધુ તથા શહેરની ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા બાળકો માટે દર કલાકે વોટરબેલ વગાડાશે.અતિશય ગરમીના વોર્નિંગ સમયે શાળાઓની પાળીમાં ફેરફાર કરાશે. શહેરના વિવિધ રસ્તા ઉપરાંત એ.એમ.ટી.એસ.તથા બી.આર.ટી.એસ.બસસ્ટોપ ઉપર ગ્રીન નેટ લગાવવા ઉપરાંત પાણીની પરબ શરૃ કરવામાં આવશે. તમામ બસસ્ટોપ તથા શહેરમાં આવેલા અર્બન તથા કોમ્યુનિટી હેલ્થ સેન્ટર ખાતે ઓ.આર.એસ.ના પેકેટ આપવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત હોસ્પિટલમાં ગરમી સંબંધિત બીમારીના કેસ સંદર્ભમાં દર્દીઓને સારવાર આપવામા આવશે.શહેરમાં ૭૦૦થી વધુ બાંધકામ સાઈટ ઉપર અંદાજે બે લાખ શ્રમિકો કામ કરે છે. અતિશય ગરમીના સમયમાં તમામ બાંધકામ સાઈટ ઉપર બપોરે ૧૨થી ૪ કલાક કામગીરી બંધ કરાવાશે. ડેવલપર્સની મદદથી ૫૦થી વધુ પાણીની પરબ શરુ કરાવાશે. ૧ એપ્રિલથી ૧૫ જુન દરમિયાન  દરેક વોર્ડના મુખ્ય જંકશન  અને કડીયાનાકા ઉપર તથા લેબરકોલોનીમાં શેડ અને પાણીની વ્યવસ્થા કરવામાં આવશે.તમામ બગીચા સવારના ૬થી રાત્રિના ૧૧ કલાક સુધી ખુલ્લા રખાશે.હળવો ટ્રાફિક ધરાવતા જંકશનને બપોરે ૧૧થી સાંજના ૫ કલાક સુધી નોનઓપરેશનલ કરાશે.તમામ ૯૫ ફુવારા ચાલુ રાખવામાં આવશે.

૨૪ મે-૨૪ના રોજ શહેરમાં ૪૬.૬ ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયુ હતુ

અમદાવાદમાં મિશન મિલીયન ટ્રી અભિયાન પાછળ દરવર્ષે કરોડો રુપિયાનો ખર્ચ કરવા છતાં ઉનાળામાં શહેરના મહત્તમ તાપમાનમાં વધારો થઈ રહયો છે.૨૪ મે-૨૦૨૪ના રોજ શહેરનુ મહત્તમ તાપમાન ૪૬.૬ ડિગ્રી સેલ્સિયસ નોંધાયુ હતુ.

તારીખ         મહત્તમ તાપમાન(સેલ્સિયસ)

૧૭ મે-૨૪      ૪૩.૬

૧૮મે-૨૪       ૪૪.૨

૧૯ મે-૨૪      ૪૪.૫

૨૦મે-૨૪       ૪૪.૯

૨૧મે-૨૪       ૪૪.૫

૨૨મે-૨૪       ૪૫.૨

૨૩મે-૨૪       ૪૫.૯

૨૪મે-૨૪       ૪૬.૬

૨૫મે-૨૪       ૪૫.૫

૨૬મે-૨૪       ૪૪.૪

૨૭મે-૨૪       ૪૩.૨

૨૮મે-૨૪       ૪૫.૨

૨૯મે-૨૪       ૪૪.૧

Tags :
AMCworkpolicy

Google News
Google News