અમદાવાદ મ્યુનિ.કમિશનર એકશન મોડમાં ડોર ટુ ડમ્પ વેસ્ટ કલેકશન કામગીરી માટે જી.પી.એસ. કંટ્રોલરુમ શરુ કરાયો

સુપરવાઈઝર-સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટાફ સાથે બે શિફટમાં થતુ મોનીટરીંગ

Updated: Oct 2nd, 2023


Google NewsGoogle News

      અમદાવાદ મ્યુનિ.કમિશનર એકશન મોડમાં ડોર ટુ ડમ્પ વેસ્ટ કલેકશન કામગીરી માટે જી.પી.એસ. કંટ્રોલરુમ શરુ કરાયો 1 - image 

 અમદાવાદ,સોમવાર,2 ઓકટોબર,2023

અમદાવાદના ૪૮ વોર્ડમાં ડોર ટુ ડમ્પ વેસ્ટ કલેકશન હેઠળ કરવામાં આવતી કામગીરીને લઈ મ્યુનિસિપલ કમિશનર એકશન મોડમાં આવ્યા છે.વેસ્ટ કલેકશન અંગેની કામગીરી યોગ્ય રીતે થઈ રહી છે કે કેમ તેના ઉપર વોચ રાખવા  જી.પી.એસ.કંટ્રોલરુમ શરુ કરવામાં આવ્યો છે.સુપરવાઈઝર અને સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ સ્ટાફ સાથે બે શિફટમાં કોન્ટ્રાકટરો દ્વારા વેસ્ટ કલેકશનની કરવામાં આવતી કામગીરીનું મોનીટરીંગ કરવામાં આવી રહયુ છે.

શહેરમાં ૧૭ લાખથી વધુ રહેણાંક તથા ૬ લાખ જેટલાં એકમોમાંથી રોજ કચરાના કલેકશન  માટે ડોર -ગેટ ટુ ડમ્પ  વેસ્ટ કલેકશન સિસ્ટમ કાર્યરત છે.આ સિસ્ટમ હેઠળ અગાઉના ૭૬૬ અને  તાજેતરમાં વધારવામાં આવેલા વધુ ૩૨૫ એમ કુલ ૧૦૯૧ જેટલા તમામ વાહનમાં લેટેસ્ટ ટેકનોલોજી સાથેની જી.પી.એસ.સિસ્ટમ ઈન્સ્ટોલ કરી મોનિટરીંગ માટેનો અદ્યતન કંટ્રોલરુમ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની સ્વચ્છ ભારત મિશન ઓફિસ ખાતે કાર્યરત કરવામાં આવ્યો છે.જયાંથી અગાઉના ૨૧ હજાર જેટલા પી.ઓ.આઈ.ની જગ્યાએ બીજા ૧૦ હજાર વધારીને કુલ ૩૧ હજાર પી.ઓ.આઈ.ના તમામ એકમોમાંથી કચરાનું રોજેરોજ સો ટકા કલેકશન કરવામાં આવે તે માટે તમામ એજન્સીના સુપરવાઈઝરો અને સોલિડ વેસ્ટ વિભાગના  સ્ટાફ દ્વારા વહેલી સવારથી બે શિફટમાં ડેપ્યુટી ડાયરેકટર સોલિડ વેસ્ટ મેનેજમેન્ટની દેખરેખ હેઠળ મોનીટરીંગ કરવામાં આવી રહયુ છે.

કચરો નહીં લેનારા કોન્ટ્રાકટરોને યુનિટ  દીઠ બે રુપિયા પેનલ્ટી કરાશે

મ્યુનિ.દ્વારા વેસ્ટ કલેકશન કામગીરીને લઈ કંટ્રોલરુમ શરુ કરાયો છે.આ કંટ્રોલરુમમાં વેસ્ટ કલેકશન કામગીરી કરી રહેલા તમામ વાહનોનુ લોકેશન ઓનલાઈન જોવા મળે છે.કોઈ કોન્ટ્રાકટરના સ્ટાફે તેમને સોંપવામાં આવેલા રુટમાં રહેણાંક કે કોમર્શિયલ યુનિટમાંથી કચરો લીધા સિવાય વાહન સાથે આગળના રુટ ઉપર નીકળી જશે તો તે પણ વાહનોમાં લગાવવામા આવેલી જી.પી.એસ.સિસ્ટમના કારણે પકડાઈ જશે.ઉદાહરણ તરીકે કોઈ કોન્ટ્રાકટરના સ્ટાફે ૨૦૦ યુનિટમાંથી કચરો લીધો નથી તો તે કોન્ટ્રાકટર પાસેથી રુપિયા ચારસો ઉપરાંત પોઈન્ટ મુજબ રુપિયા પાંચ એમ કુલ રુપિયા ૪૨૫ની પેનલ્ટી વસુલ કરવામાં આવશે.


Google NewsGoogle News