ચંદ્રયાન-4 સેમ્પલ લાવશે અને અમદાવાદની PRL ખાતે તેના ઉપર વિશ્લેષણ થશે
Chandrayaan-4: દેશ અને વિશ્વમાં જાણીતી અમદાવાદ સ્થિત ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી ખાતે ચંદ્રયાન-4 દ્વારા ભેગા કરવામાં આવેલા ચંદ્રના અવશેષો અને નમૂનાઓનું વિશ્લેષણ થશે. 2028માં ઈસરો દ્વારા થનારા ચંદ્રયાન-4ના નવા મૂન મિશન માટે જે સ્પેસક્રાફ્ટ તૈયાર થઈને અવશેષો અને નમૂનાઓ ભેગા કરશે.
તેમાં ભારતીય રોબોટનો ઉપયોગ કરવામાં આવશે અને આ નમૂનાઓ ભારતની જાણીતી પી.આર.એલ. લેબોરેટરીમાં લાવીને તેના પર વધુ અભ્યાસ કરવામાં આવશે. સાયન્સ ક્ષેત્રે પી.આર.એલ. અને ઈસરોનું આ સંયુક્ત અભિયાન ભારતના ભાવિ સ્પેસ રિસર્ચ માટે ક્રાંતિકારી પગલું બની રહેશે.
સંશોધનોના નમૂના અને અવશેષોને સંગ્રહિત કરવા માટે જાણીતી
આ અંગેની જાણકારી પી.આર.એલના પ્લેનેટરી લેબોરેટરીના પ્લેનેટરી સાયન્સ ડિવિઝનના હેડ ડો. કુલજીત કૌર મહોંસે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે અનેક સ્પેસ સંશોધનોમાંથી મળી આવેલા અવશેષોને સંગ્રહિત કરીને તેના નમૂનાને સાચવવા માટે જાણીતી અમદાવાદ સ્થિત ફિઝિકલ લેબોરેટરીમાં ચંદ્રની ધરતી અને ત્યાંની ધૂળ અને એસ્ટેરોઈડસના નમૂનાના સંશોધન માટે જાણીતી છે. હાલમાં જ પી.આર.એલની મુખ્ય લેબ નેનોસિમ્સ અને એક્સ ટેરા લેબ વિવિધ સંશોધનો થકી અમેરિકાની નાસા, રશિયાની રોક્સોમોસ અને જાપાનની જાક્સા સીધી જ સંકળાયેલી છે.
અમદાવાદની પી.આર.એલનો ચંદ્રયાન-4 માટે ઐતિહાસિક ફાળો
ઈસરો દ્વારા થઈ રહેલા ચંદ્રયાન-4ના લુનાર મિશનમાં પીઆરએલની લેબોરેટરી પણ સંશોધનમાં પહેલીવાર ભારતીય રોબોટ દ્વારા ભેગા કરીને તેના અવશેષોને સંગ્રહિત કરીને તેના રિસર્ચમાં અગ્રેસર રહેશે. સ્પેસના ઈતિહાસમાં અમદાવાદની પી.આર.એલનો ચંદ્રયાન-4માં થઈ રહેલો આ ફાળો એક ઐતિહાસિક હશે.
ચંદ્રયાન-4નું મુખ્ય મિશન નમૂના એકત્રિત કરીને પાછા આવવાનું છે. જેમાં ચંદ્ર પરથી ભેગા કરવામાં આવેલા પત્થરો અને ચંદ્ર પરની ધૂળનું અહીંની ઉપરોક્ત બે લેબોરેટરીમાં લાવવામાં આવશે.
પી.આર.એલ.માં અવકાશીય પદાર્થોનો વિસ્તૃત અભ્યાસ
સતત પૃથ્વી તરફ આવતી ઉલ્કાઓ અને લુનાર મટિરિયલ્સ સમગ્ર વિશ્વમાં અલગ અલગ જગ્યાએ પડતી હોવાથી તેનો એક જગ્યાએ વિસ્તૃત અભ્યાસ થાય એ જરુરી છે. જેમાં પી.આર.એલ.ની ટીમ દ્વારા તેના ઘટકો અને અવકાશીય નમૂનાઓમાં રહેલા એટોમ્સ અને મોલેક્યૂલ્સ કેવી રીતે બનેલા છે તેનો અભ્યાસ કરવામાં આવી રહ્યો છે.
આ અંગે ડો.કુલજીત કૌર મહંસે જણાવ્યું હતું કે 2015-16ના મૂન મિશનમાં ભારતને આંતરરાષ્ટ્રીય કક્ષાએ લાવવાનો હતો અને તેમાં ચંદ્ર પર રહેલા પાણીના નમૂનાથી શરુઆત કરી હતી. પરંતુ હવે આપણે જે વિષય પર ફોકસ કરી રહ્યા છે તે ઉલ્કાઓ અને ચંદ્ર પર જે કંઈ પડ્યું છે તે છે. છેલ્લા કેટલાંક વર્ષોથી આપણે ચંદ્ર પરના ઓર્ગેનિક્સ અને તેના બંધારણ વિશે સમજી રહ્યા છીએ.
આ કેમ્પસ વિક્રમ સારાભાઈના યાદો સાથે સંકળાયેલું છે
ખાસ કરીને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે ભારત હવે સ્પેસ સાયન્સનું જનક બનવા જઈ રહ્યું છે ત્યારે પી.આર.એલ ટીમ તેને ઘનતા પ્રમાણે વાયલમાં સંગૃહિત કરશે અને તેના પર વિવિધ પ્રકારના અવલોકનો કરશે. આ માહિતી ભારતીય અવકાશ ઈતિહાસ માટે ક્રાંતિકારી બનશે.
આ માટે અમદાવાદ ખાતે આવેલી નેનોસિમ્સ અને એક્સટેરા લેબ જે તે સમયે વિક્રમ સારાભાઈની જૂની ઓફિસ હતી ત્યાં ઊભી કરવામાં આવી છે. આ આખું કેમ્પસ વિક્રમ સારાભાઈના યાદો સાથે સંકળાયેલું છે.
આ અંગે પી.આર.એલના ડાયરેક્ટર અને એસ્ટ્રોફિઝિસિસ્ટ અનિલ ભારદ્વાજે એક મુલાકાતમાં જણાવ્યું હતું કે ઈસરોએ ભારતીય સ્પેસ સાયન્સનો વારસો સાચવ્યો છે અને હવે પીઆરએલ તેનો એક ભાગ બનવા જઈ રહી છે. ઈસરો સાથે અમારે દ્વીપક્ષીય કરાય થયા છે. જેમાં બંને સંસ્થાને એક નવા આયામ સાથે લાભ થશે.
આ પણ વાંચો: વિજ્ઞાનીઓને ચંદ્ર પર મળી અંડરગ્રાઉન્ડ ગુફા, નીલ આર્મસ્ટ્રોંગ અહીં જ લેન્ડ થયા હતા