અમદાવાદ : આગ લાગતા શાહપુર નજીક મેટ્રો ટ્રેન અટકાવાઈ, વીડિયો વાયરલ
અમદાવાદ, તા. 30
રવિવારનો દિવસ ગુજરાતની ધરા માટે કાળસમાન રહ્યો છે. મોરબીમાં કેબલ બ્રિજ તૂટવાની એક ગોઝારી ઘટનાએ સૌને હચમચાવી નાંખ્યા છે તો સામે પક્ષે અમદાવાદમાં તાજેતરમાં શરૂ કરવામાં આવેલ મેટ્રોને અટકાવવાની ફરજ પડી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદના શાહપુર સ્ટેશન નજીક ચાલતી મેટ્રો ટેનને અટકાવવી પડી છે. આગને કારણે મેટ્રો ટ્રેનને રોકવાની ફરજ પડી છે.
શાહપુર મેટ્રો સ્ટેશન પાસે કોન્ટ્રાકટરના સામાનમાં રોકેટ પડતા આગ
અમદાવાદ શહેરના શાહપુર વિસ્તારમા આવેલા મેટ્રો સ્ટેશનની બહાર આવેલા શંકરભુવનના છાપરા પાસે મેટ્રો રેલની કામગીરી કર્યા બાદ કોન્ટ્રાકટરે મુકેલા સામાનમાં રોકેટ પડતા આગ લાગવાની ઘટના બની હતી.મેટ્રો સત્તાવાળાઓએ ફાયર એકસ્ટિંગ્યુશરની મદદથી આગને કાબૂમા લીધી હતી.
રવિવારે સાંજના ૭.૩૦ કલાકના અરસામા બનેલી આ ઘટના અંગે ફાયર કંટ્રોલને પણ જાણ કરાઈ નહોતી.ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસરને પુછતા તેમણે કહ્યું શાહપુર મેટ્રો ટનલ પુરી થવાના ભાગ પાસે ઝૂપડપટ્ટી આવેલી છે. આ સ્થળે કોન્ટ્રાકટરે મુકેલા સામાન ઉપર સળગતુ રોકેટ પડતા આગ લાગી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળે ફાયર ફાઈટર મોકલી આપ્યુ હતુ પરંતુ તકેદારીના ભાગરૂપે મેટ્રોને અટકાવી પડી છે.