Get The App

મણિનગર રેલવે સ્ટેશન રોડ ત્રણ મહિના માટે બંધ કરાયો, જાણો ડાયવર્ઝન રૂટ

Updated: Jan 2nd, 2025


Google News
Google News
મણિનગર રેલવે સ્ટેશન રોડ ત્રણ મહિના માટે બંધ કરાયો, જાણો ડાયવર્ઝન રૂટ 1 - image


Bullet Train Ahmedabad to Mumbai: અમદાવાદ-મુંબઈ વચ્ચે બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે મણિનગર રેલવે સ્ટેશન નજીક બુલેટ ટ્રેનના તૈયાર થયેલા પિલ્લર ઉપર રેલવે ટ્રેક (સેગમેન્ટ) લગાવવાની કામગીરી કરવામાં આવશે. જેને લઈને મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો રોડ બંધ કરાશે. 

રોડ ત્રણ મહિના સુધી બંધ રહેશે

મણિનગર રેલવે સ્ટેશનના બહારના ભાગે આવેલ ઝઘડિયા બ્રિજથી મણિનગર રેલવે પોલીસ ચોકી સુધીનો આશરે 100 મીટર જેટલો એક તરફનો રોડ વાહન વ્યવહારની અવર-જવર માટે ત્રણ મહિના સુધી બંધ રહેશે.

વૈકલ્પિક માર્ગ: ભૈરવનાથ રોડ, જશોદાનગર ચોકડી, જયહિંદ ચાર રસ્તા, સ્વામીનારાયણ મંદિર તથા દક્ષિણી સોસાયટી તરફથી આવતાં વાહનો રેલવે સ્ટેશન તરફનો એક બાજુનો રોડ ચાલુ છે. તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે. આ ઉપરાંત કાંકરિયા તળાવ, રામબાગ, મણિનગર ચાર રસ્તા, કૃષ્ણબાગ ચાર રસ્તા, એલ. જી. હૉસ્પિટલ, સિદ્ધિ વિનાયક હૉસ્પિટલ, ગુરુદ્વારા તરફથી આવતાં વાહનો રેલવે સ્ટેશન તરફનો એક બાજુનો રોડ ચાલુ છે, તેનો ઉપયોગ કરી અલગ અલગ મુખ્ય માર્ગો તરફ જઈ શકાશે.

આ પણ વાંચો: 'પાટીદાર શ્રેષ્ઠીઓ સમાજના આગેવાન હશે કે સરકારી એજન્ટ?' અમરેલી લેડરકાંડ મુદ્દે ધાનાણીના પ્રહાર


સારંગપુર બ્રિજ 2 જાન્યુઆરીથી દોઢ વર્ષ માટે બંધ રહેશે

ઉલ્લેખનીય છે કે, બીજી જાન્યુઆરી 2025થી સારંગપુર બ્રિજને તોડીને નવો બનાવવાનો હોઈ દોઢ વર્ષ માટે એટલે કે 30મી જૂન 2026 સુધી સારંગપુર બ્રિજ બંધ કરવાનો નિર્ણય કરાયો છે. જેને લઈને પોલીસ કમિશ્નરે જાહેરનામું બહાર પાડ્યું છે. સારંગપુર બ્રિજ બંધ થતાં અનુપમ બ્રિજ અને કાલુપુર બ્રિજ પર વાહનોનો ધસારો વધશે.

મણિનગર રેલવે સ્ટેશન રોડ ત્રણ મહિના માટે બંધ કરાયો, જાણો ડાયવર્ઝન રૂટ 2 - image


Tags :
AhmedabadManinagar-Railway-StationRoad-closed

Google News
Google News