Get The App

અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે ખુશખબર: આવતીકાલથી ફરી ધમધમશે માણેકચોક

Updated: Apr 6th, 2025


Google News
Google News
અમદાવાદમાં ખાણી-પીણીના શોખીનો માટે ખુશખબર: આવતીકાલથી ફરી ધમધમશે માણેકચોક 1 - image


Ahmedabad Manek Chowk Market Reopen: અમદાવાદનું ખાણી-પીણી બજાર માણેકચોક છેલ્લાં એક મહિનાથી બંધ હતું. અમદાવાદીઓનું સૌથી મનપસંદ સ્થળ હવે સોમવાર (7 એપ્રિલ) થી ફરી શરૂ થઈ જશે. હવે ફરીથી ખાવાના શોખીન લોકો અમદાવાદના માણેકચોકની ભાજીપાવ, પીઝા, ભેળ, આઈસ્ક્રીમ, કે સેન્ડવીચ સહિતની ચીજવસ્તુઓની મજા માણી શકશે.

આ પણ વાંચોઃ અમદાવાદ એરપોર્ટ રોડ પર પૂરપાટ દોડતી કાર બેકાબૂ, ડિવાઈડર કૂદી રિક્ષામાં ઘૂસી, 4 ઈજાગ્રસ્ત

આવતીકાલથી ફરી શરૂ થશે માણેકચોકનું ખાણી-પીણી બજાર

નોંધનીય છે કે, AMC દ્વારા અમદાવાદના મધ્ય ઝોનમાં 55 કરોડ રૂપિયાના ખર્ચે ડ્રેનેજ લાઈન નાંખવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. મધ્ય ઝોનમાં સરવેની કામગીરી બાદ રિહેબિલિટેશન માટેની કામગીરી માટે એક મહિના સુધી માણેક ચોકનું ખાણી-પીણી બજાર બંધ રાખવામાં આવ્યું હતું. જે હવે આવતીકાલથી ફરી શરૂ થશે. 

આ પણ વાંચોઃ અમદાવાદમાં રામનવમીની શોભાયાત્રામાં VHP કાર્યકરો-પોલીસ વચ્ચે ઘર્ષણ, પોસ્ટરના કારણે થયો વિવાદ

ફરી ધમધમશે માણેકચોક

નોંધનીય છે કે, હોળી પહેલાં તંત્ર દ્વારા ખાણી-પીણીના વિક્રેતાઓ અને સોની બજારના વેપારીઓને બજાર બંધ રાખવાની સૂચના આપી દેવામાં આવી હતી. હાલ, ડ્રેનેજ કામગીરી પૂર્ણ થયા બાદ તંત્રએ ફરી બજાર ખોલવાની જાહેરાત કરી છે. 


Tags :