Get The App

ખ્યાતિ કાંડ: ફક્ત ત્રણ વર્ષ માટે પ્રશાંત વજીરાણીના ડૉક્ટર તરીકેના વિવિધ લાયસન્સ રદ

Updated: Nov 28th, 2024


Google NewsGoogle News
ખ્યાતિ કાંડ: ફક્ત ત્રણ વર્ષ માટે પ્રશાંત વજીરાણીના ડૉક્ટર તરીકેના વિવિધ લાયસન્સ રદ 1 - image


Dr. Prashant Vajirani's License Cancelled : અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલમાં દર્દીઓની જાણ બહાર એન્જીયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીના મોત નીપજ્યાં હતા. જેમાં PMJAY યોજનામાં કૌભાંડ આચરવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો હતો. સમગ્ર મામલે ખ્યાતિ હોસ્પિટલના ડૉ. પ્રશાંત વજીરાણી સહિત પાંચ વિરૂદ્ધ ગુનો નોંધાયો હતો. જ્યારે ગુજરાત મેડિકલ કાઉન્સિલ દ્વારા ડૉ. પ્રશાંત વજીરાણીના ત્રણ વર્ષ માટે ડૉક્ટર તરીકેના વિવિધ લાયસન્સ રદ કર્યાં છે. 

ડૉ. પ્રશાંત વજીરાણીનું લાયસન્સ રદ

ગાંધીનગર સ્થિત તબીબી સેવાના અધિક નિયામકે 14 નવેમ્બરે ગુજરાત મેડિકલ કાઉન્સિલને પત્ર લખીને ખ્યાતિ કાંડના આરોપી જવાબદાર તબીબી પ્રેક્ટિશનરો સામે યોગ્ય પગલ લેવા જણાવ્યું હતું. ત્યારબાદ કાઉન્સિલ દ્વારા લેવાયેલા સુઓમોટોને ધ્યાને લેવામાં આવ્યું અને ગુજરાત સરકાર દ્વારા રચવામાં આવેલી સમિતિના સભ્યોને સાંભળા બાદ યોગ્ય વિચારણ કરાઈ હતી. જેમાં અંતે ગુજરાત મેડિકલ કાઉન્સિલ સહિતની જનરલ બોડીએ ડૉ. પ્રશાંત વજીરાણી વિરુદ્ધમાં સચોટ પગલા લીધા હતા. 

આ પણ વાંચો : ભ્રષ્ઠ વ્યવસ્થાના ખ્યાતિ કાંડમાં ડોક્ટર, સરપંચ અને PMJAYના અધિકારીઓની સંડોવણી ખુલી

ગુજરાત મેડિકલ કાઉન્સિલ એક્ટ, 1967ની કલમ 22(1)(b)(i) હેઠળનું ડૉ. પ્રશાંત વજીરાણીનું MBBS, MD મેડિસીન, DNB મેડિસીન, DNB કાર્ડિયોલોજીનું લાયસન્સ ત્રણ વર્ષ માટે રદ કરવામાં આવ્યું છે. તેમજ  જરૂરી ડોક્યુમેન્ટ પણ સમર્પિત કરવાનો નિર્દેશ કર્યો હતો. 

આ પણ વાંચો : ખ્યાતિ કાંડ મામલે આરોપીઓની ધરપકડ બાદ ખુલાસો : JCPએ કહ્યું- PMJAYમાંથી 11 કરોડ રૂપિયાનું ટર્નઓવર કરાયું હતું

શું હતી સમગ્ર ઘટના?

કડીમાં બોરીસણા ગામે ફ્રી કેમ્પ યોજવામાં આવ્યો હતો. જેમાંથી 19 દર્દીને ખ્યાતિ હોસ્પિટલમાં સારવાર માટે બોલાવાયા હતા. જેમાં તમામ દર્દીઓની તેમને પૂછ્યા વિના જ એન્જીયોપ્લાસ્ટી કરીને સ્ટેન્ટ મૂકી દેવાયા હતા. સ્ટેન્ટ મૂક્યા બાદ 70 વર્ષના સેનમ નાગરભાઈ મોતીભાઈ અને 50 વર્ષના બારોટ મહેશભાઈ ગિરધરભાઈ નામના દર્દીના મોત નિપજ્યા હતા.


Google NewsGoogle News