Get The App

દર્દીઓના જીવ સાથે ખિલવાડ કરતી ખ્યાતિ હોસ્પિટલે ક્લિનિકલ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી

Updated: Nov 14th, 2024


Google NewsGoogle News
દર્દીઓના જીવ સાથે ખિલવાડ કરતી ખ્યાતિ હોસ્પિટલે ક્લિનિકલ રજિસ્ટ્રેશન એક્ટ હેઠળ રજિસ્ટ્રેશન કરાવ્યું નથી 1 - image


Ahmedabad Khyati Hospital Controversy: અમદાવાદના એસ.જી.હાઈવે પર આવેલી ખ્યાતિ હોસ્પિટલમાં મેડિકલ કેમ્પના બહાને દર્દીઓના પરિવારની જાણ બહાર એન્જિયોપ્લાસ્ટી કરવાથી બે દર્દીઓના મોત થઈ ચુક્યા છે. આયુષ્યમાન કાર્ડનો ગેરલાભ લઈને દર્દીઓના જીવ સાથે ખિલવાડ કરતી ખ્યાતિ હોસ્પિટલના કારસ્તાને સમગ્ર ગુજરાતને હચમચાવી દીધું છે. જોકે, તેમ છતાં હજુ રાજ્ય સરકાર દ્વારા હોસ્પિટલ સામે કોઈ પગલાં ન લેવાતાં સરકારની દાનત ખોરી હોવાનું લાગી રહ્યું છે. 

રજિસ્ટ્રેશન વિના ધમધમી રહી છે ખ્યાતિ હોસ્પિટલ

આઘાતજનક વાત એ છે કે, ખ્યાતિ મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલે ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ એક્ટ, 2021 હેઠળ હજુ સુધી હોસ્પિટલનું રજિસ્ટ્રેશન જ નથી કરાવ્યું. રજિસ્ટ્રેશન કરાવનારી હોસ્પિટલોની ઓનલાઈન ઉપલબ્ધ યાદીમાં ખ્યાતિ હોસ્પિટલનું નામ નથી. તેમ છતાં ગુજરાત સરકાર પગલાં લેવામાં ઠાગાઠૈયા કરી રહી છે. હોસ્પિટલ દ્વારા પ્રોવિઝનલ રજિસ્ટ્રેશન માટે અરજી કરાઈ હોવાનો દાવો કરાઈ રહ્યો છે પણ તેની કોઈ વિગત હોસ્પિટલ કે સત્તાધીશો દ્વારા આપવામાં નથી આવી.

આ પણ વાંચોઃ ખ્યાતિ ગ્રુપનું કારસ્તાન, અમદાવાદમાં 6,00,000 વાર જમીનનું કૌભાંડ, પૈસા લીધા દસ્તાવેજ ન કર્યા

હોસ્પિટલ કાઉન્સિલનો શંકાસ્પદ રોલ

રાજ્ય સરકારે હોસ્પિટલ સામે વઘુ એક ફરિયાદ દાખલ કરવાની જાહેરાત કરી છે, જેમાં આરોગ્ય વિભાગ ફરિયાદી બનશે. પરંતુ, હોસ્પિટલને તાત્કાલિક બંધ કરાવવાના મુદ્દે કોઈ નિર્ણય લેવાયો નથી. ખ્યાતિ હોસ્પિટલ દ્વારા પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (PMJAY)માં કરાયેલા ભ્રષ્ટાચારના મુદ્દે પણ સરકાર તરફથી હજુ સુધી કોઈ કાર્યવાહી કરાઈ નથી. આશ્ચર્યજનક રીતે ગુજરાત મેડિકલ કાઉન્સિલે ખ્યાતિ હોસ્પિટલને નોટિસ આપીને સાત દિવસમાં તમામ રેકોર્ડ મોકલવા કહ્યું છે. હોસ્પિટલોના રજિસ્ટ્રેશનમાં મેડિકલ કાઉન્સિલની કોઈ ભૂમિકા જ નથી હોતી એ જોતાં મેડિકલ કાઉન્સિલની સક્રિયતા શંકા પેદા કરનારી છે. રાજ્ય સરકાર મેડિકલ કાઉન્સિલને આગળ કરીને ખ્યાતિને બચાવવા મથી રહી હોવાનું લાગી રહ્યું છે.

આ પણ વાંચોઃ ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલે મોટો ધડાકો, ભાજપ નેતાની ભાગીદારી નીકળી, આરોપીઓ છટકી જશે!

હોસ્પિચલને બચાવવાના પ્રયાસ?

ગુજરાત સરકાર દ્વારા તાત્કાલિક રીતે ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ ન કરાતાં ખ્યાતિ ગ્રુપને બચાવવાના પ્રયાસો થઈ રહ્યાનું લાગી રહ્યું છે. સત્તાધીશો ખ્યાતિ હોસ્પિટલ સામે તાત્કાલિક પગલાં નહીં ભરીને દર્દીઓના જીવન સાથે રમત રમી રહ્યા હોવાના આક્ષેપો પણ લાગી રહ્યાં છે.


Google NewsGoogle News