Get The App

દિવાળી પહેલા કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા નવા આઠ મહેમાન, વેકેશનમાં જરૂર જજો

Updated: Oct 26th, 2024


Google NewsGoogle News
દિવાળી પહેલા કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા નવા આઠ મહેમાન, વેકેશનમાં જરૂર જજો 1 - image


Ahmedabad Kankaria Zoo : કાંકરિયાના પ્રાણી સંગ્રહાલય અમદાવાદનું એક મહત્ત્વનું આકર્ષણ છે. જેમાં વિવિધ પ્રકારના દેશ-વિદેશના પ્રાણીઓ અને પક્ષીઓ જોવા લોકો મોટી સંખ્યામાં ઉમટે છે. સમયાંતરે અમદાવાદ મહાનગરપાલિકા નિત નવા આકર્ષણો ઉમેરે છે. તેના ભાગ રૂપે દિવાળી પહેલા મહારાષ્ટ્રથી નવા મહેમાનનું આગમન થયું છે. જેમાં બે નવી વાઘણ સહિત છ નવા દીપડાને નાગપુરથી કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં લાવવામાં આવ્યા છે. આ પ્રસંગે ધારાસભ્ય અમિત શાહ, કૉર્પોરેશન અને વહીવટી તંત્ર સહિતના મહાનુભાવોએ ઉપસ્થિત રહી નવા પ્રાણીઓની ભેટ આપી હતી. નાગરિકો આજે એટલે કે શનિવારથી જ આઠ નવા સામેલ કરાયેલા પ્રાણીઓને પ્રાણી સંગ્રહાલયની મુલાકાત લઈ જોઈ શકશે. 


ક્યાંથી લાવ્યા આ પ્રાણીઓ?

મહારાષ્ટ્રના નાગપુરના ગોરેવાડા પ્રાણી સંગ્રહાલય સાથે વિનિમય પ્રથાના ભાગ રૂપે આ પ્રાણીઓ લાવવામાં આવ્યા છે. બે વાઘણ અને ત્રણ જોડી દીપડા મળી કુલ આઠ પ્રાણીઓના બદલામાં કાંકરિયા પ્રાણી સંગ્રહાલયમાંથી 19 જેટલા પશુ-પક્ષીઓ ગોરેવાડા પ્રાણીસંગ્રહાલયને આપવામાં આવ્યા છે. 

દિવાળી પહેલા કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા નવા આઠ મહેમાન, વેકેશનમાં જરૂર જજો 2 - image

આ પણ વાંચો : ગુજરાત ATSનું મોટું ઓપરેશન, દેશની ગુપ્ત માહિતીને લીક કરનારને પોરબંદરથી દબોચ્યો!

નવા મહેમાનોને કરાયા હતા ક્વોરેન્ટાઇન 

સેન્ટ્રલ ઝૂ ઑથોરિટી, નવી દિલ્હીના નીતિ નિયમ પ્રમાણે આ પ્રાણીઓને વિશિષ્ટ પ્રકારના વાતાવરણ માટે મુલાકાતીઓથી દૂર રાખવા માટે તેમને એક મહિના સુધી ક્વોરેન્ટાઇન રાખવામાં આવ્યા હતા. કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયના વાતાવરણમાં ટેવાઈ ગયા બાદ આ પ્રાણીઓને મુલાકાતીઓ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા છે.

દિવાળી પહેલા કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા નવા આઠ મહેમાન, વેકેશનમાં જરૂર જજો 3 - image

દિવાળી તહેવારમાં મુલાકાતીઓ માટે સુવિધા

દિવાળીના તહેવારને ગણતરીના દિવસો બાકી છે. તહેવારોમાં કાંકરિયામાં આશરે 25 હજારથી વધુ લોકો મુલાકાતે આવતા હોય છે. જેમાં દિવાળીમાં મુલાકાતીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને સિક્યોરિટી ગાર્ડ વધારવામાં આવ્યા છે. આ સાથે કાંકરિયામાં પ્રવેશ માટે ઓનલાઇન અને ઓફલાઇન એમ બન્ને વ્યવસ્થા કરવામાં આવી છે.

આ પણ વાંચો : ગુજરાતમાં બપોરે બફારો, રાત્રે ઠંડી સાથે શિયાળાની શરૂઆત, સૌથી ઠંડુ બન્યું આ શહેર

દિવાળી પહેલા કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં આવ્યા નવા આઠ મહેમાન, વેકેશનમાં જરૂર જજો 4 - image

આ પ્રાણીઓ છે કાંકરિયાના પ્રાણી સંગ્રહાલયમાં

કાંકરિયાના પ્રાણી સંગ્રહાલય ખાતે લોકો બાળકો અને પરિવાર સાથે પ્રાણીઓને જોવા અને પ્રકૃત્તિને માણવા આવતા હોય છે. આ પ્રાણી સંગ્રહાલયમાં એક સિંહ અને બે સિંહણ, એક સફેદ વાઘણ અને ત્રણ વાઘણ, નવ દીપડા જેમાં ચાર નર અને પાંચ માદા, એક રીંછ, એક હાથી, બે હિપોપોટેમસ, નવ શિયાળ સહિત મોટી સંખ્યામાં દેશ-વિદેશના પક્ષીઓ છે. આ સાથે સરીસૃપો મળીને 2100 વન્ય પ્રાણીઓનો સમાવેશ થાય છે.


Google NewsGoogle News