PM મોદીએ પરંપરા જાળવી, જગન્નાથ મંદિરમાં કેરી અને મીઠાઈ સહિતનો પ્રસાદ મોકલ્યો
Ahmedabad Jagannath Rath Yatra: અમદાવાદમાં ભગવાન જગન્નાથની 147મી રથયાત્રા રવિવારે (સાતમી જુલાઈ) નીકળવાની છે. તે પહેલા આજે (છઠ્ઠી જુલાઈ) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જગન્નાથ મંદિરમાં પ્રસાદ મોકલ્યો છે. દર વર્ષેની જેમ તેમણે જગન્નાથ મંદિરમાં અષાઢી બીજ પૂર્વે દાડમ, જાંબુ, મગ, ચોકલેટ, કેરી, મીઠાઈ સહિતનો પ્રસાદ મોકલ્યો છે. નોંધનીય છે કે, તેઓ ગુજરાતમાં મુખ્યમંત્રી હતા, ત્યારથી તેઓ દર વર્ષે પરંપરાગત રીતે મંદિરમાં પ્રસાદ મોકલાવે છે. આ પરંપરા તેમણે વડાપ્રધાન બન્યા બાદ પણ જાળવી રાખી છે.
આ પણ વાંચો: અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા, 47 સ્થળે 96 કેમેરા, 20 ડ્રોન, 1733 બોડી કેમેરાથી લાઈવ મોનિટરિંગ
અષાઢી બીજે નીકળશે રથયાત્રા
આગામી અષાઢી બીજે જગન્નાથજી નગર ચર્ચાએ નીકળશે. આ દિવસે વહેલી સવારે 4 વાગ્યે ભગવાનના આંખેથી પાટા ખોલવામાં આવે છે. આ પછી મંગલઆરતી કરીને મુખ્યમંત્રી દ્વારા પહીંદવિધિ કરીને ભગવાનના રથને પ્રસ્તાન કરાવવામાં આવશે.