Get The App

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને ભોગ લેનારો તથ્ય પટેલ હાઇકોર્ટની શરણે, કેસ મુક્તિની અરજી

Updated: Mar 25th, 2025


Google News
Google News
અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર 9 લોકોને ભોગ લેનારો તથ્ય પટેલ હાઇકોર્ટની શરણે, કેસ મુક્તિની અરજી 1 - image


Tathya Patel Surrenders High court: અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર અકસ્માત સર્જીને 9 લોકોના ભોગ લેનાર તથ્થ પટેલ અને તેના પિતાએ આ કેસમાં મુક્તિ મેળવવા માટે હવે ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી છે. 19મી જુલાઈ, 2023 ની રાત્રે તેની જગુઆર કાર દ્વારા તથ્ય પટેલે ઇસ્કોન બ્રિજ પર ભયંકર અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય 13 લોકો ગંભીર રીતે ઈજા પામ્યા હતા. આ પહેલા તેને હંગામી ધોરણે જામીન આપવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: પાણીની ટાંકી સફાઈ ઝુંબેશ : વડોદરાના સુભાનપુરા વિસ્તારમાં 50 હજાર લોકોનો કાલે પાણી માટે કકળાટ થશે

9 લોકોના ભોગ લેનાર નબીરાને કેસમાંથી મુક્તિ જોઈએ છે

અમદાવાદના ઈસ્કોન બ્રિજ પર ફૂલ સ્પીડમાં જેગુઆર કાર હંકારીને 9 નિર્દોશ લોકોના જીવ લેનાર તથ્ય પટેલ તેમજ તેના પિતા પ્રજ્ઞેશ પટેલ હાલમાં જેલની હવા ખાઈ રહ્યા છે. અકસ્માત બાદ પોલીસે પિતા  પૂત્ર વિરુદ્ધ મજબૂત પૂરવા એકઠા કર્યા હતા, જેમાં પોલીસને અનેક ચોંકાવનારી વિગતો મળી આવી હતી. જો કે, હવે 9 લોકોનો ભોગ લેનાર નબીરાને આ કેસમાંથી મુક્તિ જોઈએ છે, જેના માટે તેણે ગુજરાત હાઈકોર્ટમાં કેસમાંથી મુક્તિ મેળવવા અરજી કરી છે. 

હાઈકોર્ટ દ્વારા આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરાશે

ઈસ્કોન બ્રિજ અકસ્માત સર્જી 9 લોકોના જીવ લેનારા આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલે હાલમાં ગુજરાત હાઈકોર્ટમાં આ કેસમાથી મુક્તિ મળે તે માટે અરજી કરી છે. જેના પગલે આગામી દિવસોમાં સુનાવણી હાથ ધરવામાં આવનાર છે.

આ પણ વાંચો: અમદાવાદના અસામાજિક તત્ત્વોની બીજી યાદી તૈયાર, કાર્યવાહીનો સિલસિલો યથાવત રહેશે

તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ સામે અનેક ફરિયાદ

ઉલ્લેખનીય છે કે, આરોપી તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ પર અમદાવાદ શહેર તેમજ વિવિધ શહેરોમાં ખંડણી, દુષ્કર્મ અને ઠગાઈ સહિતના 8 કેસ નોંધાયેલા છે. જેમાં માહિતી પ્રમાણે સોલા પોલીસ સ્ટેશનમાં 2, શાહપુર પોલીસ સ્ટેશનમાં 1, રાણીપ પોલીસ સ્ટેશનમાં 1, ક્રાઈમ બ્રાન્ચમાં 1, મહિલા ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં 1, ડાંગ પોલીસ સ્ટેશનમાં 1 અને મહેસાણા પોલીસ સ્ટેશનમાં 1 ફરિયાદ નોંધાયેલી છે.

Tags :