Get The App

હરતુ ફરતું પુસ્તકાલય: અમદાવાદ બુક ફેસ્ટિવલમાં જાવ તો આ બસમાં જરૂર કરજો જ્ઞાનયાત્રા

Updated: Dec 3rd, 2024


Google NewsGoogle News
હરતુ ફરતું પુસ્તકાલય: અમદાવાદ બુક ફેસ્ટિવલમાં જાવ તો આ બસમાં જરૂર કરજો જ્ઞાનયાત્રા 1 - image


Ahmedabad International Book Festival : ભારત સરકારના શિક્ષણ વિભાગ અને નેશનલ બુક ટ્રસ્ટના સહયોગથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 'અમદાવાદ ઈન્ટરનેશનલ બુક ફેસ્ટિવલ'નું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા હરતુ ફરતું પુસ્તકાલય એટલે કે મોબાઈલ બસની પણ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે, જે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં ફરશે.

હરતુ ફરતું પુસ્તકાલય: અમદાવાદ બુક ફેસ્ટિવલમાં જાવ તો આ બસમાં જરૂર કરજો જ્ઞાનયાત્રા 2 - image

સાહિત્યને પ્રોત્સાહને આપવા માટે નેશનલ બુક ટ્રસ્ટ દ્વારા મોબાઈલ બસની પહેલ કરવામાં આવી છે. જ્યારે નેશનલ બુક ટ્રસ્ટે અત્યારસુધીમાં ગુજરાત ભાષા સહિત 65થી વધુ ભાષાઓમાં પુસ્તકો પ્રકાશિત કર્યા. આ મોબાઈલ બસ અમદાવાદના રાણાપુર, ધંધુકાના તાલુકાઓ અને ગામડાઓની શાળા-કોલેજમાં જાય છે. જ્યારે આ મોબાઈલ બસ સેપ્ટ કોલેજ ખાતે 5 ડિસેમ્બરે, સચિવાલય ખાતે 6 ડિસેમ્બરે, ઈન્ફો સિટી કેમ્પસ ખાતે 7 ડિસેમ્બરે અને 8 ડિસેમ્બરે આઈઆઈટી ગાંધીનગર ખાતે જશે.

આ પણ વાંચો: ભુજના સ્મૃતિવનનો દુનિયાના ટોપ ત્રણ સુંદર સંગ્રહાલયમાં સમાવેશ, યુનેસ્કો ખાતે અપાયો એવોર્ડ

બસમાં ભારતીય ભાષાઓના પુસ્તકોનો સંગ્રહ કરવામાં આવી છે. આ પછી બસોને શાળાઓ, ગામડાઓ અને શહેરી વિસ્તારોમાં પ્રવાસ કરે છે. જેમાં લોકો સાથે જોડાણ વધારવા માટે બસમાં વાંચન સત્રો, સાહિત્યના વર્કશોપ અને ચર્ચા યોજવામાં આવે છે. જેને વધુ અસરકારક બનાવવા માટે સ્થાનિક શૈક્ષણિક સંસ્થાઓ, NGO અને સરકારી સંસ્થાઓને સાથે જોડીને સહકાર મેળવવામાં આવે છે. 


Google NewsGoogle News