અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ લી.ને નાના ચીલોડામાં ગાર્ડન ડેવલપ કરવા ૧૩૦૭ ચો.મી.પ્લોટની ફાળવણી
પાંચ વર્ષ સુધી ઓપરેશન અને મેઈન્ટેનન્સની કામગીરી પણ કરશે
અમદાવાદ,શનિવાર,15 ફેબ્રુ,2025
અમદાવાદના નાના ચીલોડા વિસ્તારમાં અમદાવાદ ઈન્ટરનેશનલ
એરપોર્ટને પબ્લિક પ્રાઈવેટ પાર્ટનરર્શીપના ધોરણે ૧૩૦૭ ચોરસમીટરનો પ્લોટ ફળવાયો છે.
આ પ્લોટમાં ગાર્ડન ડેવલપ કરી પાંચ વર્ષ સુધી તેના ઓપરેશન અને મેઈન્ટેનન્સની
કામગીરી પણ કંપની કરશે.
નાના ચીલોડા વિસ્તારમાં આવેલી ટી.પી.સ્કીમ નંબર-૨૪૧ના ફાઈનલ
પ્લોટ નંબર-૨૩૪માં અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટને પ્લોટની ફાળવણી કરવામા આવી
છે.ગાર્ડન ડેવલપ કરવાથી લઈ ઈલેકટ્રિક
જોડાણ મેળવવાથી લઈ બિલ ભરવા સુધીની જવાબદારી કંપની ઉપર નાંખવામા આવી છે.ડેવલપમેન્ટ
માટેના પ્લાન તૈયાર કરી મ્યુનિસિપલ કોર્પોરેશન પાસે મંજૂર કરાવવાના રહેશે.પ્લોટ
ઉપર નિયંત્રણ અને માલિકી મ્યુનિસિપલ કોર્પોરેશનની રહેશે.