હિન્દુ-મુસ્લિમ મામલે વિવાદિત વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરનાર અમદાવાદના ઇન્ફ્લુએન્સરની ધરપકડ
Ahmedabad News : અમદાવાદના ઇન્ફ્લુએન્સરે ગત 4 માર્ચના રોજ રાજ્યમાં હિન્દુ અને મુસ્લિમ વચ્ચે વૈમનસ્ય ફેલાવનારી પોસ્ટ સોશિયલ મીડિયામાં શેર કરી હતી. આ પોસ્ટથી હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થવાની શક્યતાને ધ્યાનમાં રાખીને વટવા પોલીસે ઇન્ફ્લુએન્સર મહેંદી હુસૈનની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.
અમદાવાદ ઇન્ફ્લુએન્સરની ધરપકડ
મળતી માહિતી મુજબ, વટવા પોલીસે અમદાવાદના મહેંદી હુસૈન નામના સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર વાયરલ વીડિયોને લઈને અટકાયત કરવામાં આવી હતી. વીડિયોમાં વાહન ચલાવવા માટે થયેલી તકરારને ઇન્ફ્લુએન્સરે સોશિયલ મીડિયામાં ખોટી રીતે રજૂ કરીને વાયરલ કરવામાં આવ્યો હતો.
સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, હિન્દુ અને મુસ્લિમ વચ્ચે તણાવની સ્થિતિ ઊભી થાય તેવો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો હતો. જેને લઈને વટવા પોલીસે ઇન્ફ્લુએન્સર મહેંદી હુસૈનની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી.