આ વિસ્તારમાં રહેતા અમદાવાદીઓ ચેતજો: ફાટક બંધ થતાં ટ્રાફિકની આશંકા, જાણો વૈકલ્પિક રૂટ
Ahmedabad Traffic : અમદાવાદમાં સાબરમતી-ખોડિયાર વચ્ચે આવેલા ત્રાગડ ફાટક એટલે કે રેલવે ક્રોસિંગ નં.240નું સમારકામ ચાલુ હોવાથી આગામી 13 સપ્ટેમ્બર સુધી ફાટક બંધ રહેવાથી ટ્રાફિકની આશંકા ઊભી થઈ છે, ત્યારે તેના વૈકલ્પિક માર્ગ માટે ગોદરેજ ગાર્ડન સિટી અને એસ. જી. હાઇવે દ્વારા મુસાફરી કરી શકાશે.
આ પણ વાંચો : ગુજરાતમાં 10 દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી, આ તારીખ પછી એક પછી એક નવી વરસાદી સિસ્ટમ આવશે
13 સપ્ટેમ્બર સુધી ત્રાગડ ફાટક બંધ રહેશે
પશ્ચિમ રેલવેની જાણકારી પ્રમાણે, અમદાવાદમાં સાબરમતી-ખોડિયાર વચ્ચે આવેલા ત્રાગડ ફાટકના સમારકામની કામગીરી હોવાથી આગામી 13 સપ્ટેમ્બર સુધી રસ્તો બંધ રહેશે. જ્યારે આ રૂટથી પસાર થતાં લોકો તેના વૈકલ્પિક માર્ગ તરીકે ગોદરેજ ગાર્ડન સિટી અને એસ. જી. હાઇવે દ્વારા મુસાફરી કરી શકાશે.
આ પણ વાંચો : ગુજરાતમાં ફૂડ પાર્ક બનાવશે UAE: અબુ ધાબીના 'યુવરાજ'ની ભારત યાત્રામાં મોટી જાહેરાત
આ વિસ્તારોમાં ટ્રાફિક ડાયવર્ટ થશે
સાબરમતી-ખોડિયાર વચ્ચે આવેલા ત્રાગડ ફાટકને સમારકામ માટે બંધ કરાતાં ટ્રાફિકજામની સમસ્યા સર્જાઈ શકે છે. બંધ કરાયેલા રસ્તાનો ટ્રાફિક એસ. જી. હાઇવે, ગોદરેજ ગાર્ડન સીટી સહિતના વિસ્તારોમાં ડાયવર્ટ કરાયો છે. તેવામાં વરસાદી માહોલ વચ્ચે રેલવે ફાટક બંધ થતા પરિવહન કરતાં લોકોને ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડશે.