Get The App

અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મળશે મેટ્રો, રવિવારથી શરુ થશે આ સેવા

Updated: Apr 25th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મળશે મેટ્રો, રવિવારથી શરુ થશે આ સેવા 1 - image


Ahmedabad-Gandhinagar Metro : ગુજરાત મેટ્રો રેલ કૉર્પોરેશન(GMRC) લિમિટેડે અમદાવાદ અને ગાંધીનગરના મુસાફરોને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લીધો છે. જેમાં મેટ્રો ટ્રેન સેવાને મોટેરા સ્ટેશનથી ગાંધીનગરના સચિવાલય સુધી લંબાવવામાં આવી છે. આ સાથે જ આ રૂટ પર મુસાફરીને વધુ સુવિધાજનક બનાવવા માટે સાત નવા આધુનિક સ્ટેશનો ઉમેરવામાં આવ્યા છે. અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મેટ્રોની સેવા મળવાની છે, ત્યારે આ સુવિધાનો પ્રારંભ આગામી રવિવાર એટલે કે 27 એપ્રિલ, 2025થી થશે.

અમદાવાદ-ગાંધીનગર મેટ્રો હવે સચિવાલય સુધી

અમદાવાદ ગાંધીનગરથી હજારો લોકો મુસાફરી કરતા હોય છે, ત્યારે અમદાવાદ-ગાંધીનગર મેટ્રો હવે સચિવાલય સુધી દોડશે. જેમાં હવે મેટ્રો ટ્રેન મોટેરાથી ઉપડીને કોટેશ્વર રોડ, વિશ્વકર્મા કૉલેજ, તપોવન સર્કલ, નર્મદા કેનાલ, કોબા સર્કલ, સેક્ટર-10 નવા સ્ટેશનો પરથી દોડાવાશે અને છેલ્લે ગાંધીનગરના સચિવાલય સુધી જશે. આમ થવાથી અમદાવાદ અને ગાંધીનગરના લોકોને સીધી અને ઝડપી કનેક્ટિવિટી ઉપલબ્ધ થશે.

અમદાવાદથી ગાંધીનગર સચિવાલય સુધી મળશે મેટ્રો, રવિવારથી શરુ થશે આ સેવા 2 - image

આ પણ વાંચો: ગુજરાતમાંથી 445 પાકિસ્તાનીઓને પરત મોકલવાની કવાયત: જુઓ કયા જિલ્લામાંથી કેટલા

સચિવાલય સુધી મેટ્રો સેવાનું વિસ્તરણ અને નવા સ્ટેશનોનો વધારવામાં આવ્યા છે, ત્યારે હવે વધુ લોકો મેટ્રો સેવાનો લાભ લઈ શકશે અને ટ્રાફિકની સમસ્યાથી રાહત મેળવી શકશે. આ નવા રૂટ અને સ્ટેશનો પર ટ્રેનના સમયપત્રક વિશે વિગતવાર માહિતી વેબસાઇટ gujaratmetrorail.com પર શનિવારથી ઉપલબ્ધ થશે.

Tags :