અમદાવાદમાં પિતા જ બન્યો હેવાન, 10 વર્ષની દીકરી સાથે દુષ્કર્મ આચર્યું, માતાએ પોલીસમાં કરી ફરિયાદ
Misdemeanor In Ahmedabad: અમદાવાદમાં દુષ્કર્મની ચોંકાવનારી ઘટના સામે આવી છે, શહેરના સોલા વિસ્તારમાં પિતાએ તેની10 વર્ષની બાળકીને હવસનો શિકાર બનાવી હતી. આ અંગે દીકરીએ માતાને જાણ કરતા આ સમગ્ર મામલો બહાર આવ્યો હતો. માતા સોલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી અનુસાર, શહેરના સોલા વિસ્તારમાં પિતાએ તેની10 વર્ષની બાળકી પર દુષ્કર્મ આચર્યું હતું. નરાધમ પિતાએ દીકરાને નાસ્તો લેવા માટે બહાર મોકલીને દીકરી પર દુષ્કર્મ આચર્યુ હતું. દીકરીએ માતાને આ અંગે જાણ કરતા આ આખો મામલો બહાર આવ્યો હતો. માતા સોલા પોલીસ સ્ટેશનમાં પતિ સામે ફરિયાદ નોંધાવી છે. પોલીસે બાળકીને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડીને હેવાન પિતાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.