અમદાવાદમાં રોગચાળાએ માથુ ઊંચક્યું : ડેન્ગ્યૂ, મેલેરિયા, ટાઈફોઈડ સહિતના કુલ 2462 કેસ નોંધાયા
મેલેરિયાના ૧૫૧, ચિકનગુનિયાના ૪૩ તથા ઝેરી મેલેરિયાના ૨૮ કેસ નોંધાયા
Ahmedabad Epidemic : અમદાવાદમાં મચ્છરજન્ય રોગચાળાના કેસમાં વધારો થયો છે. ડેન્ગ્યૂના 488 કેસ નોંધાયા છે.વસ્ત્રાલ અને વાસણા વિસ્તારમાં રહેતી બે કીશોરીઓના દસ દિવસમાં ડેન્ગ્યૂ સંક્રમણથી સારવાર દરમિયાન મોત થયા છે. મેલેરિયાના 151, ચિકનગુનિયાના 43 તથા ઝેરી મેલેરિયાના 28 કેસ નોંધાયા છે.
ડેન્ગ્યૂમાં બે બાળકીના મોત
અમદાવાદના વાસણા વિસ્તારમાં આવેલા પુષ્ય રેસીડેન્સીમાં રહેતી 11 વર્ષની કિશોરીનું ડેન્ગ્યૂની સારવાર દરમિયાન મોત થયુ છે. અમદાવાદમાં ઓગસ્ટ મહિનામાં મચ્છરજન્ય એવા ડેન્ગ્યૂના 488 કેસ નોંધાઈ ગયા છે. દરમિયાન મ્યુનિ.ના ઈન્ચાર્જ મેડીકલ ઓફિસર ઓફ હેલ્થના કહેવા મુજબ, વસ્ત્રાલ વોર્ડની એક બાર વર્ષની કિશોરીને ડેન્ગ્યૂ થતા તેને સારવાર માટે એસ.વી.પી.હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. જયાં સારવાર દરમિયાન પાંચ દિવસ અગાઉ મોત થયુ હતુ.
પાણીના 165 સેમ્પલ અનફીટ જાહેર
પાણીજન્ય એવા ઝાડા ઉલટીના 643, ટાઈફોઈડના 663 ઉપરાંત કમળાના 424 તથા કોલેરાના 22 કેસ નોંધાયા છે. ઓગસ્ટ મહિનામાં પાણીના લેવામાં આવેલા સેમ્પલ પૈકી 430 સેમ્પલનો કલોરીન રીપોર્ટ નીલ આવ્યો છે. 165 પાણીના સેમ્પલ અનફીટ જાહેર કરવામાં આવ્યા છે.
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાનો કહેર
- ડેન્ગ્યૂના 488 કેસ
- મેલેરિયાના 151 કેસ
- ચિકનગુનિયાના 43 કેસ
- ઝેરી મેલેરિયાના 28 કેસ
- ઝાડા ઉલટીના 643
- ટાઈફોઈડના 663
- કમળાના 424
- કોલેરાના 22
- કુલ - 2462