Get The App

અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે જૂન 2025 સુધીમાં તૈયાર થઇ જશે, પછી 50 જ મિનિટમાં 110 કિ.મી.

Updated: Mar 21st, 2025


Google News
Google News
અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસ વે જૂન 2025 સુધીમાં તૈયાર થઇ જશે, પછી 50 જ મિનિટમાં 110 કિ.મી. 1 - image


Ahmedabad-Dholera Expressway : અમદાવાદ જિલ્લાના ધોલેરા SIRની વિકાસ કામગીરી અંગેજવાબ આપતાં ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું કે 'આ પ્રોજેક્ટ હેઠળ ધોલેરા SIR ‘ગ્રીનફિલ્ડ ઇન્ડસ્ટ્રિયલ સ્માર્ટ સિટી'ની રચનાની કામગીરી પ્રગતિમાં છે. અહીં અત્યાર સુધીમાં વિવિધ સેક્ટરમાં કુલ રૂ. 35,984.58 કરોડનું રોકાણ પણ મળ્યું છે.આગામી જૂન, 2025 સુધીમાં 110 કિમીના અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેનું કામ પૂર્ણ કરવામાં આવશે. જેનાથી અમદાવાદથી ધોલેરા માત્ર 50 મિનિટમાં પહોંચી શકાશે.'

તેમણે વધુમાં જણાવ્યું હતું કે ગુજરાત ખાસ મૂડીરોકાણ પ્રદેશ અધિનિયમ, 2009 હેઠળ તા. 22 મે, 2009ના રોજ ધોલેરા SIR જાહેર કરવામાં આવ્યો છે. ધોલેરા SIRમાં 22 ગામોનો સમાવેશ થાય છે. જેનું કુલ કાર્યક્ષેત્ર 920 ચો.કિ.મી. છે. અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના અમલીકરણ માટે છ ડ્રાફ્ટ નગરરચનાઓને 27 પ્રાંરભિક નગરરચનાઓમાં વિભાજિત કરવામાં આવી છે. જેમાંથી 11 પ્રાંરભિક નગરરચનાઓની કાર્યવાહી પ્રગતિમાં છે.

આ પણ વાંચો: જાહેરમાં લઘુશંકા કરનારા લોકો સાવધાન! હોર્ડિંગ પર ફોટો છપાશે, ઇજ્જતના કાંકરા કરશે આ મહાનગરપાલિકા

આ નગરરચના અંતર્ગત, મૂળખંડના 50 ટકા જમીન આંતરમાળખાકીય અને સામાજિક સુવિધાના વિકાસ માટે વપરાય છે. બાકીની 50 ટકા જમીન, મૂળ જમીનધારકને ‘ફાઇનલ પ્લોટ’ સ્વરૂપે પાછી મળે છે.  અમદાવાદ-ધોલેરા એક્સપ્રેસવેના પ્રોજેકટને નેશનલ હાઇવે ઑથોરિટી ઑફ ઇન્ડિયા દ્વારા ભારતમાલા પરિયોજના હેઠળ ઇ.પી.સી. મોડ પર લેવામાં આવ્યો છે. જેના અમલીકરણની કાર્યવાહી પ્રગતિમાં અને કેટલાંક કામ વર્ષ 2025માં પૂર્ણ થશે.

આ જ પ્રકારે, ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ માટે એરપોર્ટ ઑથોરિટી દ્વારા સાઇટ ડેવલપમેન્ટ, રનવે, ટેક્ષીવે અને અન્ય સુવિધાના નિર્માણનું ટેન્ડર જાહેર કર્યું છે. આ ઉપરાંત ટર્મિનલ બિલ્ડિંગ અને એ.ટી.સી.ના બિલ્ડિંગ નિર્માણને લગતી કાર્યવાહી પ્રગતિમાં છે.

Tags :
Ahmedabad-Dholera-ExpresswayDholera-SIRGreenfield-Industrial-Smart-CityBalwantsinh-Rajput

Google News
Google News