શિયાળામાં વિદ્યાર્થીઓને રાહત: ખાસ પ્રકાર-કલરના ગરમ કપડાં પહેરવાની શાળાઓ નહીં પાડી શકે ફરજ
AI Image |
Ahmedabad DEO Circular : રાજ્યમાં હાલ શિયાળો અને ઉનાળો બેવડી સિઝનનો અહેસાસ થઈ રહ્યો છે, જેમાં વહેલી સવારે અને રાતના સમયે ઠંડી અને બપોરે ગરમી અનુભવાય છે. જો કે, શિયાળાની ઋતુની શરુઆતમાં ઠંડીનો ચમકારો વર્તાઈ રહ્યો છે, ત્યારે શિક્ષણ વિભાગ દ્વારા અમદાવાદની તમામ શાળાઓમાં વિદ્યાર્થીઓને ગણવેશ સિવાયના રંગીન એટલે કે ગરમ કપડાંં પહેરવાની છૂટ આપવા અંગે શાળાને સૂચના આપવામાં આવી છે.
ઠંડીમાં વિદ્યાર્થી ગણવેશ સિવાય કોઈ પણ ગરમ કપડાંં પહેરે તો માન્ય રાખવું
રાજ્યમાં અમદાવાદ સહિત અનેક શહેરી અને ગામડાના વિસ્તારોમાં ઠંડીની સાથે-સાથે ઠંડા પવનો પણ ફુંકાઈ છે. તેવામાં અમદાવાદ જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા વિદ્યાર્થીના સ્વાસ્થ્ય અને હિતને ધ્યાનમાં રાખીને મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં ઠંડીની સિઝનમાં વિદ્યાર્થીઓ પોતાના ઘરેથી જે પણ ગરમ કપડાંં પહેરીને આવે તો તેને માન્ય રાખવા અંગે સૂચના આપવામાં આવી છે.
આ પણ વાંચો : બોપલમાં NRIની હત્યા કેસનો આરોપી ઝડપાયો, હત્યારાની પૂછપરછમાં થયો ચોંકાવનારો ખુલાસો
જિલ્લા શિક્ષણાધિકારી પ્રમાણે, શાળા દ્વારા વિદ્યાર્થીઓને ફરજિયાતપણે આ રંગના ગરમ કપડાંં પહેરીને લાવવા તે અંગે દબાણ કરી શકશે નહીં. આ સાથે જો શાળાના ગણવેશમાં સ્વેટર હોય તો અમુક ચોક્કસ દુકાનોમાંથી ખરીદવા માટે દબાણ કરવું નહીં. જેમાં શિક્ષણ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા ઠરાવ વિરુદ્ધમાં કોઈ શાળા જશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.