Get The App

અમદાવાદ-દિલ્હીનું એરફેર પાંચ ગણું વધ્યું, દુબઈ કરતાં પણ દિલ્હી જવું મોંધું બન્યું!

Updated: Oct 28th, 2024


Google NewsGoogle News
અમદાવાદ-દિલ્હીનું એરફેર પાંચ ગણું વધ્યું, દુબઈ કરતાં પણ દિલ્હી જવું મોંધું બન્યું! 1 - image


Ahmedabad-Delhi air fare: કોઈ અગત્યના કારણથી ફ્લાઇટ દ્વારા અચાનક જ દિલ્હી જવાનું આયોજન કરી રહ્યા હોવ તો સામાન્ય દિવસો કરતાં પાંચ ગણું વધુ ભાડું ચૂકવવા તૈયારી રાખવી પડશે. અમદાવાદ-દિલ્હીનું વન-વે એરફેર સામાન્ય દિવસો કરતાં પાંચ ગણું વધીને રૂપિયા 21 હજારને પાર થઈ ગયું છે.

રજાઓ છેલ્લી ઘડીએ મંજૂર થયા બાદ છેલ્લે છેલ્લે પ્રવાસનું આયોજન કરનારાઓએ પણ પ્રવાસ માટે ચારથી પાંચ ગણું એરફેર ચૂકવવું પડશે. અમદાવાદથી દિલ્હીની વાત કરવામાં આવે તો સામાન્ય દિવસોમાં એરફેર રૂપિયા ચાર હજારની આસપાસ હોય છે. પરંતુ દિવાળી અગાઉ એટલે કે 30 ઑક્ટોબરના મહત્તમ એરફેર રૂપિયા 21 હજાર જોવા મળે છે. 

આ પણ વાંચો: સ્પેનના વડાપ્રધાનને ભોજનમાં ચટાકેદાર ગુજરાતી વાનગીઓ પીરસવામાં આવશે, વાંચો સ્વાદિષ્ટ મેનૂ

અમદાવાદથી દુબઈ માટે વન-વે એરફેર રૂપિયા રૂપિયા 13340 છે. આમ, દિલ્હી કરતાં પણ દુબઈ જવું વધારે મોંઘુ થયું છે. દિલ્હીથી અમદાવાદનું વન-વે એરફેર આ જ અરસામાં રૂપિયા 2500થી રૂપિયા 4100ની આસપાસ છે.

આ પણ વાંચો: PM મોદી અને પેડ્રો સાંચેઝે અચાનક અટકાવ્યો કાફલો, નીચે ઉતરી કર્યું આ કામ, લોકો થયા ગદગદીત...

આ સિવાય અમદાવાદથી ચેન્નાઈ માટે રૂપિયા 19398, કોલકાત્તા માટે રૂપિયા 17318 જ્યારે ચંદીગઢ-ગોવા માટે રૂપિયા 13 હજારથી વધુ એરફેર છે. જાણકારોના મતે, એરલાઇન્સ દ્વારા દિવાળીના મહિનાઓ પહેલા જ અમુક ટિકિટ બ્લોક કરી દેવામાં આવે છે. દિવાળી નજીક આવે તેમ તેઓ વધુ ભાવ સાથે આ ટિકિટ રિલિઝ કરવા લાગે છે.


Google NewsGoogle News