મોબાઇલ લોકેશનને આધારે આરોપીઓને ઝડપી લેવા પોલીસે કામગીરી શરૂ કરી
ખ્યાતિ હોસ્પિટલ કાંડ મામલો
અમદાવાદ ક્રાઇમ બ્રાંચે સાયબર ક્રાઇમ, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર પોલીસની મદદ લીધી
અમદાવાદ,રવિવાર
ખ્યાતિ હોસ્પિટલકાંડનો ગુનો નોંધાયાને ૧૨ દિવસ જેટલો સમય પસાર થયો થઇ હોવા છતાંય,મુખ્ય આરોપીઓ અગે ક્રાઇમબ્રાંચ કે અન્ય એજન્સી કોઇ કડી મેળવી શકી નથી ત્યારે હવે મુખ્ય આરોપીઆ ચિરાગ રાજપુત, ડૉ. સંજય પટોલિયા અને રાહુલ જૈનના છેલ્લાં લોકેશનને આધારે ક્રાઇમબ્રાંચે અલગ અલગ ટીમ બનાવીને તપાસ શરૂ કરી છે. ખ્યાતિ હોસ્પિટલ કાંડનો ગુનો નોંધાયાને ૧૨ દિવસ જેટલો સમય પસાર થયો હોવા છતાંય, અમદાવાદ ક્રાઇમબ્રાંચના અધિકારીઓ મુખ્ય આરોપીઓને ઝડપી લેવામાં નિષ્ફળ ગયા છે.
ત્યારે હાલ માત્ર નિવેદનનો પ્રક્રિયા કરીને સંતોષ માનીને કામગીરી કરવામાં આવી રહી છે. પોલીસે ટેકનીકલ સર્વેલન્સના આધારે તપાસ કરી ત્યારે ચિરાગ રાજપુતનું છેલ્લું લોકેશન રાજસ્થાનમાં ઉદેપુરથી નજીક હતુ. જ્યારે ડૉ. સજંય પટોલિયાનું છેલ્લું લોકેશન રાજકોટ અને રાહુલ જૈનનું છેલ્લું લોકેશન વડોદરા નજીક હતું. પરંતુ, ત્યારબાદ તમામ ફોન સ્વીચ ઓફ થઇ ગયા હતા. જેથી આરોપીઓને પકડવા માટે અમદાવાદ ક્રાઇમબ્રાંચે સાયબર ક્રાઇમ ઉપરાંત,રાજસ્થાન , મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર પોલીસની મદદ લઇને કામગીરી શરૂ કરી છે.