આઇએએસ અધિકારી હોવાનું કહીને ગઠિયાએ અનેક સાથે છેતરપિંડી આચરી
વધુ એક ડુપ્લીકેટ આઇએએસ ઝડપાયો
જિલ્લા શિક્ષણાધિકારીના નામનો સરકારી નોકરીનો બનાવટી લેટર આપીને લાખો રૂિયા પણ પડાવી લીધાઃ પોલીસ તપાસમાં મોટા ખુલાસા થવાની શક્યતા
અમદાવાદ,રવિવાર
શહેરના પાલડી વિસ્તારમાં રહેતા અને ટ્રાવેલ્સનો વ્યવસાય કરતા વ્યક્તિને પોતાની સરકાર ઓળખ આઇએએસ તરીકે આપીને સરકારી કામ કામ માટે બે ઇનોવા ભાડે લીધા બાદ બોગસ લેટરના આધારે તેમા સાયરન અને પડદા લગાવીને અનેક જગ્યા પર ફરીથી તોડ કરવાની સાથે મોરબીમાં રહેતા ગઠિયાએ અનેક લોકોને સરકારી નોકરી માટેનો અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીનો ખોટો લેટર આપીને અનેક લોકો પાસેથી લાખો રૂિયા ખંખેર્યાની ફરિયાદ અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધવામાં આવી છે. પોલીસે મેહુલ શાહની ધરપકડ કરીને વધુ તપાસ શરૂકરી છે. શહેરના પાલડીમાં આવેલા આર્યન ફ્લેટ ખાતે રહેતા પ્રતિક શાહ કાર રેન્ટલનો વ્યવસાય કરે છે.ગત છ સપ્ટેમ્બરના રોજ તેમને મેહુલ શાહ નામના વ્યક્તિનો કોલ આવ્યો હતો અને તેણે પોતાની ઓળખ આઇએએસ અધિકારી તરીકે આપી હતી.
તેણે પ્રતિકભાઇને જણાવ્યું હતું કે તેને સરકારી કામ ઇનોવા કારની જરૂ છે. જેથી પ્રતિકભાઇએ પ્રતિદિન ૩૫૦૦ રૂિયા ભાડુ , ડીઝલનો ખર્ચ નક્કી કરીને મેહુલ શાહે કારમાં સાયરન અને પડદા લગાવવા માટેનો ગૃહ મંત્રાલયના સચિવની વાળો લેટર આપીને સાયરન અને પડદા લગાવ્યા હતા. આ ઉપરાંત, તેણે ૧૯મી ઓક્ટોબરે કોલ કરીને પોતે અસારવા સ્કૂલનો ટ્રસ્ટી હોવાથીને સ્કૂલ ટુર માટે બે લક્ઝરી બસ ભાડે મંગાવી હતી અને મોરબી જિલ્લાના વાંકાનેરમાં આવેલા શ્રીજી એપાર્ટમેન્ટમાં તેને પરિવારને લાવવા મુકવા માટે કાર મંગાવી હતી. ત્યારબાદ તેણે અન્ય ઇનોવા કાર ભાડે લઇને તેમાં પણ સાયરન અને પડદા લગાવ્યા હતા. એટલું જ એક વ્યક્તિના દીકરાને અસારવામાં આવેલી વિશ્વ વિદ્યાલયમાં ક્લાર્કની સરકારી નોકરી અપાવવાનું કહીને ત્રણ લાખ રૂિયા લઇને જિલ્લા શિક્ષણાધિકારી આર એમ ચૌધરીની સહી વાળો બનાવટી લેટર પણ આપ્યો હતો. બાદમાં ઇનોવાનું ભાડુ આપવાનું થતા તે ફોન સ્વીચ ઓફ કરીને ફરાર થઇ ગયો હતો. ત્યારે તપાસ કરતા જાણવા મળ્યું હતું કે મેહુલ શાહે કારને ભાડે કરીને સરકારી વિભાગમાં ઉચ્ચ અધિકારી હોવાનું કહીને અનેક લોકો પાસેથી લાખો રૂિયા પડાવીને છેતરપિંડી આચરી હતી. આ અંગે અમદાવાદ ક્રાઇમબ્રાંચે તેની ધરપકડ કરીને તપાસ શરૂકરી છે.
આ અંગે પોલીસ ઇન્સ્પેક્ટર જે કે મકવાણાએ જણાવ્યું કે મેહુલ શાહે બી ઇ મીકેનીકલનો અભ્યાસ કર્યો છે અને વાંકાનેરમાં જ્યોતિ સ્કૂલ અને કીડ્સ વર્લ્ડ નામની સ્કૂલનું સંચાલન કરે છે. આઇએએસ તરીકે રૂબ જમાવવા માટે તે પોતાની ઓળખ ગૃહ વિભાગના ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ રિસર્ચ ડેવેલોપમેન્ટના ચેરમેન તરીકે ઓળખ આપીને લોકો પાસેથી અલગ અલગ લાલચ આપીને નાણાં ઉઘરાવતો હતો. તેણે વર્ષ ૨૦૧૮થી વાંકાનેરમાં જ આઇઅએસના બનાવટી લેટર બનાવ્યાનો ખુલાસો થયો છે. આ કેસમાં હજુ અનેક ભોગ બનનાર સામે આવી શકે તેવી પુરેપુરી શક્યતા છે.