ગુજરાતથી નોકરી માટે દુબઈ ગયેલા યુવાને કર્યો એવો કાંડ કે થયો જેલ ભેગો, જાણો સમગ્ર મામલો
Gold Smuggling Case: અમદાવાદ ક્રાઈમ બાન્ચે દુબઈ-શારજાહથી સાનાની દાણચોરી કરીને અમદાવાદ પહોંચેલા આશિષ કુકડિયા નામના વ્યક્તિની ધરપકડ કરી હતી અને તેના માધ્યમથી ક્રાઈમ બ્રાન્ચે મુખ્ય આરોપી અનંત શાહ અને તેના ત્રણ સાગરિતો સહિત પાંચ લોકોની ઝડપી પાડ્યા હતા. આ આરોપીઓ પાસેથી કેમિકલ પેસ્ટ અને પાવડર ફોર્મમાં 701.41 ગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. જેની કિંમત લગભગ 48 લાખ 88 હજાર રૂપિયા છે. આ ઉપરાંત કાર અને મોબાઈલ પણ જપ્ત કરવામાં આવ્યા છે.
ક્રાઈમ બ્રાંચ આ રીતે મુખ્ય આરોપીની ધરપકડ કરી
દુબઈમાં સોનાની કિંમત ઓછી હોવાને કારણે કેટલાક લોકો માટે સોનાની દાણચોરી એ વ્યવસાય બની ગયો છે. ત્યારે અમદાવાદમાંથી ઝડપાયેલા આશિષ કુકડિયા દુબઈ-શારજાહથી સોનાની દાણચોરી કરતો હતો. આ અંગે માહિતી મળતાં જ ક્રાઈમ બ્રાંચની ટીમ સક્રિય થઈ હતી. ક્રાઈમ બ્રાંચે આરોપી આશિષ કુકડિયાની અમદાવાદના ડફનાળામાંથી ધરપકડ કરી હતી. તેની પૂછપરછ કરતાં સોનાની દાણચોરીના મુખ્ય આરોપી અનંત શાહનું નામ સામે આવ્યું હતું. આ પછી ક્રાઈમ બ્રાન્ચે કુલ પાંચ લોકોની ધરપકડ કરી હતી.
સોનાની દાણચોરી કેવી રીતે થતી?
મળતી માહિતી અનુસાર, દુબઈ-શારજાહથી સોનાની દાણચોરીની વાત કરીએ તો દુબઈમાં રામજી નામનો વ્યક્તિ અમદાવાદમાં કેરિયરને કેમિકલ પેસ્ટ અને પાવડર ફોર્મમાં સોનું આપતો હતો. આ સોનું સર્જિકલ ટેપમાં લપેટીને કેરિયર દ્વારા દાણચોરી કરવામાં આવ્યું હતું. ક્રાઈમ બ્રાંચે કેરિયર આશિષ, મુખ્ય આરોપી અનંતની સાથે કલ્યાણ પટેલ, નવઘન ઠાકોર, નિલેશ દેસાઈની ધરપકડ કરી છે.
આરોપી આશિષે બી.કોમ સુધી અભ્યાસ કર્યો
જુનાગઠમાં રહેતા આરોપી આશિષ કુકડિયા અત્યાર સુધીમાં 15 વખત સોનાની દાણચોરી માટે દુબઈ મોકલવામાં આવ્યો છે. પૂછપરછમાં સામે આવ્યું કે, આશિષે બી.કોમ સુધી અભ્યાસ કર્યો છે. તે કામની શોધમાં દુબઈ ગયો હતો. જ્યાં તે રામજી નામના વ્યક્તિના સંપર્કમાં આવ્યો હતો. રામજીએ તેને અમદાવાદના મુખ્ય આરોપી અનંત શાહ સાથે સંપર્ક કરાવ્યો હતો. અનંતે તેને કરિયર તરીકે કામ કરવા કહ્યું હતું.
ક્રાઈમ બ્રાન્ચે અનંતની પૂછપરછ કરતા સામે આવ્યું કે, તે અમદાવાદમાં જમીન અને સોનાના વેચાણનો વેપાર કરે છે. દુબઈથી રામજીની મદદથી તે કેરિયર દ્વારા ઘણી વખત સોનાની દાણચોરી કરી છે.
એક ટ્રીપના પાંચ હજાર રૂપિયા
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ અનુસાર, દુબઈનો રામજી કેરિયર આશિષને કેમિકલ પેસ્ટ અને પાવડર ફોર્મમાં સોનાની સર્જિકલ ટેપમાં લપેટીને સોનાની દાણચોરી કરાવતો હતો. અનંત શાહ એક ટ્રીપ માટે કેરિયરને રૂ. 5,000 ચૂકવતા હતા. કેરિયર આશિષ એરપોર્ટ પરથી સોનું લઈને ભાગી જશે, કસ્ટમ કે કોઈ એજન્સી તેની ધરપકડ કરી લેશે તેવા ભયના કારણે મુખ્ય આરોપી અનંત ત્રણથી ચાર લોકોને પોતાની સાથે રાખતો હતો.