Get The App

રાજ્ય વ્યાપી ઇનપુટ ટેક્સ ક્રેડીટ કેસમાં વધુ ચાર આરોપીઓને ઝડપી લેવાયા

પોલીસ તપાસમાં અનેક મોટા ખુલાસા થયા

આરોપીઓ ધ્રુવી એન્ટરપ્રાઇઝની ફાઇલ, બેંક એકાઉન્ટ ઓપરેટ કરવાની સાથે પેઢી ચલાવતા હતા

Updated: Oct 13th, 2024


Google NewsGoogle News
રાજ્ય વ્યાપી ઇનપુટ ટેક્સ ક્રેડીટ કેસમાં વધુ ચાર આરોપીઓને ઝડપી લેવાયા 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદ ક્રાઇમબ્રાંચમાં નોંધાયેલી સેન્ટ્રલ જીએસટીના રાજ્ય વ્યાપી ઇનપુટ ટેક્સ ક્રેડીટ કેસમાં રવિવારે વધુ ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા આરોપીઓ ધુ્રવી એન્ટરપ્રાઇઝની ફાઇલ, બેંક એકાઉન્ટ ઓપરેટ કરવાની માંડીને પેઢી ઓપરેટ કરવાનું કામ સંભાળતા હતા. આ અંગે ક્રાઇમબ્રાંચે વધુ તપાસ શરૂ કરી છે. અમદાવાદ ક્રાઇમબ્રાંચે સેન્ટ્રલ જીએસટીના રાજ્યવ્યાપી  ૨૦૦ કરોડ રૂપિયાનાં બોગસ ઇનપુટ ટેક્સ ક્રેડીટ કેસમાં રવિવારે  ફૈજલ શેખ (રહે. કાછીયાવાડ, મોટી શેરી, ભાવનગર), ઇરફાન જેઠવા (રહે.જુબેદી પ્લાઝા, મતબા ચોક, ભાવનગર), જીજ્ઞોશ દેસાઇ (રહે. ગોવર્ધન સ્વરૂપ એપાર્ટમેન્ટ,વાઘાવાડી રોડ, ભાવનગર) અને પરેશ ડોડીયા (રહે. આસોપાલવ સોસાયટી, વોરા કોટડા રોડ, ગોંડલ)ને ધરપકડ કરી છે. 

પોલીસના પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ફૈજલે ધ્રુવી  એન્ટરપ્રાઇઝની ફાઇલને પ્રોસેસ માટે આગળ ધપાવી હતી.  ઇરફાન ધ્રુવી  એન્ટરપ્રાઇઝની પેઢીનું સંચાલન કરતો હતો અને જીજ્ઞોશ દેસાઇ ધ્રુવી  એન્ટરપ્રાઇઝના બેક એકાઉન્ટએ ઓપરેટ કરતો હતો. આ તમામ આરોપીઓને આ માટે ચોક્કસ કમિશન મળતું હતું. જ્યારે પરેશ ડોડીયા ગોંડલમાં આવેલી પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝનો માલિક છે અને તે સમગ્ર કૌભાંડમાં સક્રિય હતો. આ તમામ આરોપીઓને સોમવારે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવશે.



Google NewsGoogle News