દિવાળી ટાણે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી, 50 બાંગ્લાદેશીઓની અટકાયત
Ahmedabad Crime Branch News: અમદાવાદમાં ક્રાઈમ બ્રાન્ચ દ્વારા એક મોટી કાર્યવાહી કરાઈ હોવાના અહેવાલ સામે આવી રહ્યાં છે. મળતી માહિતી અનુસાર ક્રાઈમ બ્રાન્ચે લગભગ 50 જેટલાં બાંગ્લાદેશીઓની અટકાયત કરી છે. જેઓ અમદાવાદમાં ગેરકાયદે રીતે રહેતા હતા. આ મામલે અમદાવાદના ડીસીપી ક્રાઈમ બ્રાન્ચ અજીત રાજિયને જણાવ્યું હતું કે અમે 200થી વધુ લોકોની પૂછપરછ પણ કરી છે.
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદ ક્રાઈમ બ્રાંચના કર્મચારીઓને બાતમી મળી હતી કે, ખોટા દસ્તાવેજો બનાવીને બાંગ્લાદેશી નાગરિકો શહેરમાં વસવાટ કરી રહ્યા છે. ત્યારે લોકલ મળતિયાઓના આધારે ખોટા દસ્તાવેજો ઉભા કરીને આધારકાર્ડ, પાનકાર્ડ જેવા ડોક્યુમેન્ટ તૈયાર કરાવ્યા હોવાની પણ માહિતી મળી છે. દિવાળી ટાળે ક્રાઇમ બ્રાન્ચ મોટી કાર્યવાહીથી ગેરકાયદે વસવાટ કરતા લોકોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો છે.