Get The App

હવે પોલીસ પણ હેલ્મેટ વિના છટકી નહીં શકે! અમદાવાદ CPએ લગાવી લગામ, જાહેરનામું બહાર પાડી કર્યો આદેશ

Updated: Oct 18th, 2024


Google NewsGoogle News
હવે પોલીસ પણ હેલ્મેટ વિના છટકી નહીં શકે! અમદાવાદ CPએ લગાવી લગામ, જાહેરનામું બહાર પાડી કર્યો આદેશ 1 - image
Image: AI

Ahmedabad Traffic Rule Also Mandatory For Police: ગુજરાત હાઈ કોર્ટ છેલ્લાં ઘણાં સમયથી પાંજરાપોળ ફ્લાયઓવર બ્રિજની સુનાવણી દરમિયાન ટ્રાફિકના નિયમોને લઈને મનપા તેમજ ટ્રાફિક પોલીસની ઝાટકણી કાઢી હતી. ત્યારે હાઈ કોર્ટના નિર્દેશ મુજબ ટુ-વ્હીલર પર બેઠેલી દરેક વ્યક્તિ માટે હેલ્મેટનો ફરજિયાત અમલ કરાવવાનો આદેશ આપ્યો હતો. જોકે, તેમાં ઘણાં નાગરિકોએ સવાલ કર્યાં હતાં કે, જ્યારે નિયમમાં અમલવારીની વાત આવે ત્યારે સામાન્ય નાગરિક જ પીસાય છે, કોઈપણ સરકારી અધિકારી કે પોલીસને આ નિયમોની કડક અમલવારીથી ફરક નથી પડતો. જોકે, હવે નાગરિકોની આ વાતને ધ્યાને લઈને અમદાવાદ પોલીસ કમિશનરે જી. એસ. મલિકે કડક પગલાં લીધાં છે અને તમામ પોલીસ કર્મીઓ માટે પણ હેલ્મેટનો કડક નિયમ લાગુ કરવામાં આવ્યો છે. જે પણ પોલીસ કર્મી આ નિયમ તોડશે તેની સામે કડક કાર્યવાહીનો પણ આદેશ કરાયો છે. 

પોલીસે પણ ફરજિયાત પહેરવું પડશે હેલ્મેટ

અમદાવાદ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડી, પોલીસ કર્મીઓ માટે પણ હેલ્મેટના કાયદાની કડક અમલવારીનો આદેશ કર્યો છે. જેમાં કહ્યું કે, અમદાવાદ શહેર પોલીસમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ અને અધિકારીઓને હવે ફરજિયાતપણે હેલ્મેટ પહેરીને જ પોલીસ સ્ટેશન આવવાનું રહેશે. જેમાં સિવિલ સ્ટાફનો પણ સમાવેશ થાય છે. આ અમલવારીની જવાબદારી જે-તે પોલીસ સ્ટેશનના અધિકારીની રહેશે. 

આ પણ વાંચોઃ 3800 પોલીસકર્મીઓની કરાશે ભરતી, રાજ્ય સરકારનું ગુજરાત હાઇકોર્ટ સમક્ષ મોટું એલાન

પોલીસ અધિકારીઓને અપાઈ સૂચના

જાહેરનામામાં કહેવામાં આવ્યું કે, પોલીસ કમિશનર કચેરી ખાતે ફરજ બજાવતા તમામ પોલીસ અધિકારી, કર્મચારી, સિવિલિયન સ્ટાફ તમામ લોકોએ કચેરીએ જો ટુ-વ્હીલર લઈને આવ્યા હોય તો ફરજિયાત પણે હેલ્મેટ પહેરવું પડશે. જેની ચકાસણી માટે કચેરીના તમામ એન્ટ્રી/એક્ઝિટ પોઇન્ટ પર તેની ચુસ્તપણે ચકાસણી કરવલામાં આવશે. ચકાસણી દરમિયાન જો કોઈ કર્મચારી હેલ્મેટ વિના ફરજ પર આવ્યાનું જણાશે તો તેમને પ્રવેશ આપવામાં નહીં આવે. તેમજ અન્ય પોલીસ સ્ટેશન, કચેરી, શાખા કે યુનિટમાં પણ આ જ પ્રકારની કાર્યવાહી કરવાની સૂચના આપવામાં આવી છે. 

હવે પોલીસ પણ હેલ્મેટ વિના છટકી નહીં શકે! અમદાવાદ CPએ લગાવી લગામ, જાહેરનામું બહાર પાડી કર્યો આદેશ 2 - image

હવે પોલીસ પણ હેલ્મેટ વિના છટકી નહીં શકે! અમદાવાદ CPએ લગાવી લગામ, જાહેરનામું બહાર પાડી કર્યો આદેશ 3 - image

અધિકારીઓ સામે પણ થશે કાયદાકીય કાર્યવાહી

આ સિવાય જાહેરનામામાં સુપરવાઇઝરી અધિકારી અને ઇન્ચાર્જને આ નિયમનો ઉલ્લંઘન કરનાર સામે કડક કાર્યવાહી કરવાનું જણાવવામાં આવ્યું છે. જો કોઈ અધિકારી, કર્મચારી કે સિવિલિયન સ્ટાફ આ જાહેરનામાનો ભંગ કરતું જણાય તો તેની સામે એમ.વી એક્ટ મુજબ કાયદાકીય કાર્યવાહી અને દદંડ તેમજ શિક્ષાની કાર્યવાહીની જોગવાઈ કરવામાં આી છે.

આ પણ વાંચોઃ અમદાવાદમાં તોફાની તત્ત્વોએ ફેલાવી અરાજકતા, અમરાઈવાડીમાં તલવાર-પાઈપ વડે કર્યા હુમલા

આ આંકડા ચોંકાવી દેશે!

નોંધનીય છે કે, અમદાવાદમાં દરરોજ વધતાં ટ્રાફિકના કારણે અકસ્માતના બનાવો બને છે અને ઘણા અકસ્માતમાં હેલ્મેટ ન પહેરવાના કારણે માણસ મોતને ભેટે છે. જો NCRBના વર્ષ 2022માં રોડ અકસ્માતના ડેટાની વાત કરવામાં આવે તો વર્ષ 2022માં ગુજરાતમાં કુલ 7634 માણસો રોડ અકસ્માતમાં મોતને ભેટ્યાં છે. જેમાંથી 1040 ફક્ત ટુ-વ્હીલર ચાલકો હતાં. જેમાં મોતનું મુખ્ય કારણ હેલ્મેટ ન પહેરવું હતું. 


Google NewsGoogle News