Get The App

અમદાવાદના વસ્ત્રાપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા કર્મચારીનું મોત, ગેસ ગળતરનો શિકાર થયો

Updated: Mar 12th, 2025


Google News
Google News
અમદાવાદના વસ્ત્રાપુરમાં ગટર સાફ કરવા ઉતરેલા કર્મચારીનું મોત, ગેસ ગળતરનો શિકાર થયો 1 - image


AMC Employee Died During Manual Scavenging: દેશભરમાં ડિજિટલ ક્રાંતિની વાતો કરવામાં આવે છે. ટેક્નોલોજીમાં હરણફાળ ભરવાની વાત કરવામાં આવે છે પરંતુ, ગુજરાતમાં હજુ સુધી ગટર સાફ કરવાને લઈને કોઈ જ ટેક્નોલોજી વિકસિત કરવામાં નથી આવી. યોગ્ય મશીનરી અને ટેક્નોલોજીના અભાવે અવાર-નવાર ગટર સાફ કરવા માટે શ્રમિકોએ ગટરની અંદર ઉતરવું પડે છે. જે દરમિયાન ગેસ ગળતરના કારણે શ્રમિકો મોતને ભેટે  છે. આવો જ કિસ્સો ફરી અમદાવાદના પોષ વિસ્તારમાં બન્યો છે. જેમાં વસ્ત્રાપુરમાં ગટર સાફ કરતા દરમિયાન એક શ્રમિકનું મોત નિપજ્યું છે.

આ પણ વાંચોઃ પંચમહાલના ધનેશ્વર ગામે દેરાસરમાં સ્થાપિત ભગવાન મહાવીરની મૂર્તિ ખંડિત કરાતા જૈન સમાજમાં આક્રોશ

શું છે સમગ્ર ઘટના? 

અમદાવાદના વસ્ત્રાપુરમાં સુભાષ પાર્ક પાસે મંગળવારે (11 માર્ચ) લાલા પટેલ નામનો શ્રમિક ગટર સાફ કરવા માટે અંદર ઉતર્યો હતો. એક ખાનગી સોસાયટી દ્વારા શ્રમિકને ગટર સાફ કરવા માટે બોલાવવામાં આવ્યો હતો. શ્રમિક ગટર સાફ કરતો હતો તે દરમિયાન સાંજે 6 વાગ્યાની આસપાસ તેનું ગેસ ગળતરના કારણે શ્રમિકનો શ્વાસ રૂંધાયો અને તેનું મોત નિપજ્યું હતું. ઘટનાની જાણ થતાં ફાયર અને પોલીસની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. ફાયરની ટીમ દ્વારા શ્રમિકના મૃતદેહને બહાર કાઢી પોસ્ટ મોર્ટમ ખાતે મોકલવામાં આવ્યો હતો.

 આ પણ વાંચોઃ સિવિલની કિડની હોસ્પિટલમાં ગોટાળા, 297 લોકોની 'ગોઠવણ' દ્વારા ભરતી, કેગના રિપોર્ટમાં ખુલાસો 

કોર્પોરેશનની બેદરકારી? 

મળતી માહિતી મુજબ, મૃતક શ્રમિક કોર્પોરેશનનો કર્મચારી હતો. ત્યારે પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે, કોર્પોરેશન દ્વારા શ્રમિકને સુરક્ષાના સાધનો પૂરા પાડવામાં કેમ નહતાં આવ્યા? ક્યાં સુધી વિકસિત અમદાવાદને સુંદર બનાવી રાખનારા સફાઈ કામદારો સુરક્ષાના અભાવે મોતના મોંમાં ધકેલાતા રહેશે? સમગ્ર મુદ્દે હાલ પોલીસે તપાસ હાથ ધરી છે.

Tags :
Ahmedabad-NewsAMCManual-ScavengingGujarat-News

Google News
Google News