શીલજના પેટ્રોલ પંપ પર થયેલી મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યાની ફરિયાદ
- વીડિયોમાં બંને પક્ષો વચ્ચેની મારામારીને દર્શાવીને ભય ઊભો કરવાનો પ્રયાસ કરાયો
- બોપલ પોલીસે વિડીયો બનાવનાર અને વિડીયો વાયરલ કરનાર સામે ગુનો દાખલ કર્યો
અમદાવાદ,તા.24 ફેબ્રુઆરી 2024,શનિવાર
બોપલ શીલજ સર્કલ પર આવેલા પેટ્રોલ પંપ પર ગત 19મી ફેબ્રુઆરીના રોજ બપોરના દોઢ વાગે રિક્ષામાં આવેલા કેટલાક લોકોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ અને માર માર્યો હતો. જેના કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જે સંદર્ભમાં વિડીયો વાયરલ થતા એ બોપલ પોલીસે ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.
બોપલ પોલીસના સ્ટાફને ઈન્સ્ટાગ્રામ પરના વિવિધ એકાઉન્ટમાંથી કોઈ વિડીયો વાયરલ કર્યા હતા. જે વિડિયો બોપલ સર્કલ પર આવેલા સોમધર પેટ્રોલ પંપ ના હતા. પોલીસે તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે પેટ્રોલ પંપ પર કામ કરતા જીતેન્દ્ર નામના કર્મચારીએ રાહુલ નામના વ્યક્તિની પત્નીની એક મહિના પહેલા છેડતી કરી જેની અદાવત રાખીને ગત 19મી ફેબ્રુઆરી પેટ્રોલ પંપ પર હથિયારો સાથે આવેલા શખ્સોએ પેટ્રોલ પંપના કર્મચારીઓ અને જીતેન્દ્રને માર માર્યો હતો. આ મારામારીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. જેને ઈરાદો કરવાનો અને સામાજિક ઉશ્કેરાટ વધારવાનો હતો. આ બાબતને ગંભીરતાથી લઈને બોપલ પોલીસે ઈન્સ્ટાગ્રામ પર વિડીયો વાયરલ કરનાર અને વિડિયો ઉતારનાર વિરુદ્ધ ગુનો નોંધીને કાર્યવાહી કરી છે.