મૂન ગોગલ્સ, બ્રેસલેટ, પેડલ...: અમદાવાદમાં કોલ્ડપ્લે કોન્સર્ટમાં ચાહકોને મળશે આ 5 વસ્તુઓ
Ahmedabad Coldplay: ગુજરાતના અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજે કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે. સંગીત રસિયાઓને મ્યુઝિકના શાનદાર અનુભવ સાથે અહીં ખાસ વસ્તુઓ પણ આપવામાં આવશે. કોલ્ડપ્લે કોન્સર્ટમાં હાજર તમામ પ્રેક્ષકો તેનો અનુભવ કરી શકશે, જેનાથી આ કોન્સર્ટ યાદગાર બની રહે. જેમાં રિસ્ટ બેન્ડથી લઈને મૂનગોગલ્સ સહિતની આકર્ષક વસ્તુઓનો સમાવેશ થાય છે.
શું હશે આ ખાસ વસ્તુ?
કોલ્ડપ્લેમાં જઈ રહેલાં લોકોને આયોજકો દ્વારા રિસ્ટબેન્ડ, મૂનગોગલ્સ, પેડલ બાઇક, મ્યુઝિક બ્રેસલેટ, ટી-શર્ટ હૂડીઝ આપવામાં આવશે. જેનાથી તેમનો મ્યુઝિકનો અનુભવ તો ખાસ રહેશે જ પરંતુ આ કોન્સર્ટ પણ યાદગાર રહેશે. ત્યારે ચાલો જાણીએ આ તમામ વસ્તુઓની ખાસ વિશેષતા વિશે.
આ પણ વાંચોઃ આજથી કોલ્ડપ્લેનો હોટ ફીવર, 2 દિવસમાં દેશ-વિદેશના 2 લાખથી વધુ ચાહકો અમદાવાદ પહોંચ્યા
1. LED રિસ્ટબેન્ડ
કોલ્ડપ્લેમાં હાજર દરેક પ્રેક્ષકને રેડિયો ફ્રિકવ્નસી ટેક્નોલોજીથી સજ્જ રિસ્ટબેન્ડ આપવામાં આવશે. જે મ્યુઝિક બીટ પર કામ કરશે. આ રિસ્ટબેન્ડથી આખું સ્ટેડિયમ રંગબેરંગી એલઈડી લાઇટથી ઝગમગી ઉઠશે. જોકે, આ રિસ્ટબેન્ડ પ્રેક્ષકોએ કોન્સર્ટ ખતમ થયા બાદ પરત આપવાના રહેશે.
2. મૂનગોગલ્સ
આ સિવાય પ્રેક્ષકોને મૂન ગોગલ્સ પણ આપવામાં આવશે. આતશબાજી વખતે આ ચશ્મા પહેરવાથી અલગ-અલગ કલરના હાર્ટ શેપ દેખાશે. જેનાથી કોન્સર્ટમાં એક અદ્ભુત અનુભવ માણી શકાશે. પ્રેક્ષકો આ ગોગલ્સને ઘરે પણ લઈ જઈ શકશે.
આ પણ વાંચોઃ Coldplay બૅન્ડના ક્રિસ માર્ટિને અમદાવાદના રસ્તાઓ પર સ્કૂટર પર મારી લટાર, જુઓ Video
3. પેડલ બાઇક
કોલ્ડપ્લેમાં હાજર પ્રેક્ષકોને પેડલ બાઇક કે કાઇનેટિક ફ્લોર જોવા મળશે. શોની એનર્જી જાળવી રાખવા માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. આ બાઇક પર પેડલ મારવાથી શોમાં હાજર લાઇટને ઇલેક્ટ્રિસિટી મળશે અને એક અદ્ભુત અનુભવ માણી શકાશે.
4. મ્યુઝિક બ્રેસલેટ
સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના ઓફિશિયલ મર્ચન્ડાઇઝ સ્ટોલ હશે. જ્યાંથી કોલ્ડપ્લેના મ્યુઝિક બ્રેસલેટ મળી શકશે. આ બ્રેસલેટ ખરીદીને તમે ઘરે લઈ જઈ શકો છો.
5. કોલ્ડપ્લે હૂડી
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઓફિશિયલ કોલ્ડપ્લેના મર્ચન્ડાઇઝ સ્ટોલમાંથી તમે કોલ્ડપ્લેની હૂડી પણ લઈ શકો છો. ત્યાં તમને કોલ્ડ પ્લેની ટોપી, ટી-શર્ટ, હૂડી મળી રહેશે. આ સિવાય મ્યુઝિક સીડી તેમજ અનેક યાદગાર વસ્તુઓ મળશે.