પાલડીનો ચોંકવનારો કિસ્સો: પ્રોફેસર પુત્રએ વૃદ્ધ માતાની હત્યા કરી, બાદમાં ફાંસો ખાઈને આત્મહત્યા કરી
Paldi Murder Case : અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં એક 42 વર્ષીય પુત્રએ માતાની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. વહેલી સવારે જ્યારે પાડોશીએ દૂધ અને ન્યૂઝપેપર પડેલું જોયું તો તેમને શંકા ગઇ હતી. તેમને તાત્કાલિક પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં ACP , DCP ઝોન 7 સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
શહેરના પાલડી વિસ્તારમાં આવેલા મહાલક્ષ્મી ફ્લેટમાં 42 વર્ષીય મૈત્રેય ભગત અને 75 વર્ષીય તેમની માતા દત્તા ભગત એકલા જ ફ્લેટમાં રહેતા હતા. મૈત્રેય ભગત અપરિણીત હતા અને GSL કોલેજમાં ઇકોનોમિકસ વિભાગનાં પ્રોફેસર હતા. આજે વહેલી સવારે બાજુમાં રહેતા પડોશીએ ઘરની બહાર દૂધ અને ન્યૂઝ પેપર બહાર પડેલા જોયા હતા,જેથી તેમને શંકા ગઇ હતી. પાડોશીઓએ ઘરનો દરવાજો ખોલી જોયું પુત્ર મૈત્રય ગળેફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યો હતો. જેથી તેમણે આ ઘટના અંગે પોલીસને જાણ કરી હતી.
પોલીસને ઘટનાની જાણ થતાં ACP , DCP ઝોન 7 સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો બેડરૂમમાં માતાનો મૃતદેહ પડ્યો હતો અને મૃતક માતાની પાસેથી છરી પણ મળી આવી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે મોડી રાત્રે સૂઇ રહેલી માતાની પુત્રએ છરી વડે હત્યા કરવામાં આવી છે. માતાની હત્યા કર્યા બ આદ પુત્રએ પણ ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધો હતો.
પાડોશીઓના જણાવ્ય અનુસાર મંગળવારે રાત્રે દત્તાબેન ભગના ઘરે કામવાળો વ્યક્તિ પણ આવ્યો હતો. આજે વહેલી સવારે જ્યારે દરવાજા પાસે દૂધ અને ન્યૂઝપેપર પડેલા જોઇને તેમને ફોન કર્યો હતો પરંતુ કોઇએ રિસીવ કર્યો હતો. ત્યારે ઘરની ગેલેરીમાંથી જોયું અંદરથી દરવાજો બંધ હતો પછી બધાએ મળીને દરવાજો ખોલ્યો તો મૃતદેહો જોવા મળ્યા હતા. ત્યારબાદ પોલીસને ઘટનાની જાણ કરવામાં આવી હતી.
ઘટનાની ગંભીરતા જોતાં ACP , DCP ઝોન 7 સહિતના અધિકારીઓએ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. આ દરમિયાન જાણવા મળ્યું હતું કે મૃતકે મંગળવારે રાત્રે તેમના મામા સાથે ફોન પર વાતચીત કરી હતી. ત્યારબાદ છરી વડે માતાનું ગળુ વાઢી નાખીને હત્યા કરી હતી અને ત્યારબાદ પંખાથી લટકીને પોતે આત્મહત્યા કરી લીધી હશે એવું પ્રાથમિક તબક્કે લાગી રહ્યું છે પરંતુ અત્યારે કોઇ અંતિમ નિર્ણય પર આવવું વહેલું ગણાશે. પોલીસે એફએસએલની ટીમની મદદ લઇને તપાસ શરૂ કરી દીધી છે અને બંને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટના આધારે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.