અમદાવાદના માણેકબાગમાં ફાયરિંગનો કેસ: ઈજાગ્રસ્ત વેપારીનું સારવાર દરમિયાન થયું મોત
Firing Incident In Manekbagh Area Of Ahmedabad: અમદાવાદમાં શનિવારે (16મી નવેમ્બર) મોડી સાંજે નહેરુનગરના માણેકબાગ રોડ પર ટાગોર પોલીસ નજીક આવેલી બોરાણા વેજીટેબલ માર્કેટમાં મહાલક્ષ્મી ફ્રૂટ-શાકભાજીની દુકાનના વેપારી બદાજી મોદી પર એક્ટિવા પર આવેલા અજાણ્યા શખસે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં ઈજાગ્રસ્ત વેપારીને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડયા હતા. પરંતુ સારવાર દરમિયાન મોત નિપજ્યુ હતું.
કૌટુંબિક ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કરાયાની આશંકા!
વેપારી પર ફાયરિંગ કર્યા બાદ શખસ ફરાર થઈ ગયા હતા. બીજી તરફ એલિસબ્રિજ પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. કોણે ફાયરિંગ કર્યું અને કયા કારણોસર ફાયરિંગ કરાયું તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે. જો કે, કૌટુંબિક ઝઘડાની અદાવતમાં ફાયરિંગ કરાયાની આશંકા છે.
આ પણ વાંચો: જામનગર-રાજકોટ હાઈવે પર બોલેરો અને મોપેડ વચ્ચે ભીષણ અકસ્માત, 3 લોકોના કમકમાટી ભર્યા મોત
વેપારી પર અગાઉ પણ હુમલો થયો હતો
ઘટના સ્થળે કામ કરતાં કારીગર પાસેથી મળતી માહિતી મુજબ, આ અગાઉ પણ વેપારી પર છરીથી હુમલાની ઘટના બની ચૂકી છે. ફાયરિંગ થતાં જ આસપાસમાં ભારે અફરાતફરી મચી ગઈ છે અને લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. હાલ સુધી આરોપીઓ કોઈ ઓળખ થઈ નથી.