Get The App

નવા વર્ષની સાથે જ રીક્ષાચાલકો માટે મીટર ફરજિયાત, મનમાની રીતે નહીં વસૂલી શકે ભાડું

Updated: Jan 1st, 2025


Google NewsGoogle News
નવા વર્ષની સાથે જ રીક્ષાચાલકો માટે મીટર ફરજિયાત, મનમાની રીતે નહીં વસૂલી શકે ભાડું 1 - image


Ahmedabad News: પહેલી જાન્યુઆરીથી નવા વર્ષ 2025નો શુભારંભ થઈ રહ્યો છે. વળી, આજથી જ રીક્ષાચાલકો માટે પણ આ મોટો નિયમ અમલીકરણમાં આવ્યો છે. પહેલી જાન્યુઆરીથી અમદાવાદના રીક્ષાચાલકોએ રીક્ષામાં મીટર લગાવવું ફરજિયાત બન્યું છે. અમદાવાદ ટ્રાફિક પોલીસ કમિશ્નરે 4 ડિસેમ્બરે જાહેરનામું બહાર પાડી તમામ રીક્ષાચાલકો માટે મીટર ફરજિયાત કર્યા હતા. પહેલી જાન્યુઆરીથી આ નિયમ લાગુ થઈ ગયો છે. આજથી જે પણ રીક્ષાચાલકની રીક્ષામાં મીટર લાગેલા નહીં હોય તેની સામે કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. 

આ પણ વાંચોઃ નવા વર્ષે ગુજરાત રાજ્યના 12 IPS ઓફિસરને તાત્કાલિક અસરથી બઢતી, 10 SP બન્યાં DIGP

લોકોની ફરિયાદ બાદ લેવાયો નિર્ણય

નોંધનીય છે કે, ટ્રાફિક પોલીસને સામાન્ય લોકો દ્વારા રીક્ષાચાલકોને લઈને ઘણી ફરિયાદો મળતી હતી. જેને ધ્યાને લઈ નાગરિકોની સુવિધા માટે આ નિયમ લાવવામાં આવ્યો છે. જોકે, આ નિયમના અમલીકરણ પહેલાં રીક્ષાચાલકોને મીટર લગાવવા માટે લગભગ એક મહિના સુધીનો સમય આપવામાં આવ્યો હતો. આજથી રીક્ષાચાલકોની રીક્ષામાં મીટર ફરજિયાતપણે લગાવેલું હોવું જોઈએ, તેમજ મુસાફરોને ફક્ત મીટર ભાડું નક્કી કરીને જ મુસાફરી કરાવવાની ફરજ પાડવામાં આવી છે.

આ પણ વાંચોઃ નડિયાદ પાલિકાનું 'સ્પેશિયલ-26' ભરતી કૌભાંડ ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ અને 21 કર્મીને નોટિસ 

આ સિવાય આજથી જે પણ રીક્ષાચાલક મીટર વિના રીક્ષા લઈને ધંધો કરવા નીકળશે તો તેની સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. તેમજ, જો રીક્ષાચાલકો દ્વારા મુસાફરો પાસેથી મીટર ભાડા સિવાય મનમાની રીતે ભાડું વસૂલવામાં આવશે તો તેવા રીક્ષાચાલકો સામે પણ કાયદાકીય કાર્યવાહી કરવાની જોગવાઈ કરવામાં આવી છે. 



Google NewsGoogle News