Get The App

બાપુનગર બાદ હવે અસારવામાં લુખ્ખાઓનો આતંક, અમદાવાદ પોલીસ પર ઊઠ્યાં સવાલ

Updated: Dec 20th, 2024


Google NewsGoogle News
બાપુનગર બાદ હવે અસારવામાં લુખ્ખાઓનો આતંક, અમદાવાદ પોલીસ પર ઊઠ્યાં સવાલ 1 - image


Anti-Social Elements in Ahmedabad : અમદાવાદમાં દિવસે ને દિવસે લુખ્ખા તત્ત્વોનો આતંક વધતો જાય છે.  માથાભારે તત્ત્વોને કાયદાનો ડર રહ્યો નથી હોય તેવું લાગી રહ્યું છે.  હજુ તો રખિયાલ અને બાપુનગરમાં આતંક મચાવવાની ઘટનાને ચોવીસ કલાક પણ પુરા થયા ન હતા ત્યાં તો અમદાવાદના અસારવા બ્રીજ પાસે કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા ખુલ્લેઆમ ઉઘાડી તલવારો લઇ સ્થાનિક રહીશોમાં ભય ફેલાવતાં હોવાનો વીડિયો વાયરલ થયો હતો. વીડિયોને જોતા લાગે છે કે તોફાની તત્વોને પોલીસનો પણ ભય રહ્યો નથી. વીડિયો વાયરલ થતાં શાહીબાગ પોલીસ હરકતમાં આવી ગઇ હતી અને ગણતરીના કલાકોમાં જ ઝડપી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું. 

શું હતી ઘટના? 

અમદાવાદના અસારવા બ્રીજ નીચે કુબેરપુરા ભીલવાસમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ સરેઆમ જાહેરમાં ઉઘાડી તલવાર રાખી સ્થાનિક રહીશોમાં ભયનો માહોલ ફેલાવતો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ઘટનાની જાણ થતાં શાહીબાગ પોલીસ એલર્ટ થઇ ગઇ હતી અને તાત્કાલિક ઘટનાસ્થળે દોડી જઇ વીડિયોમાં દેખાતા વિશાલ ઉર્ફે રામ દિનેશભાઇ ઢુંધીયા અને સુરેશ ઉર્ફે મનુભાઇ ભીલ (રાણા)ને પકડી પાડી તેમના વિરૂદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. 

બાપુનગર બાદ હવે અસારવામાં લુખ્ખાઓનો આતંક, અમદાવાદ પોલીસ પર ઊઠ્યાં સવાલ 2 - image

બંને આરોપીઓ વિરૂદ્ધ અગાઉ પણ ક્રિમિનલ કેસ નોંધાયેલા છે. વિશાલ ઉર્ફે રામ વિરૂદ્ધ 13 ગુના નોંધાયેલા છે. જ્યારે સુરેશ ભીલ વિરૂદ્ધ પાસા વિરૂદ્ધ 10 ગુના નોંધાઇ ચૂક્યા છે. શાહીબાગ પોલીસે આ બંને ધરપકડ કર્યા બાદ તેમને સાથે રાખી ઘટનાનું રી-કન્સ્ટ્રક્શન કર્યું હતું. પોલીસે આરોપીઓ પાસે જાહેરમાં નાગરીકો પાસે માફી મંગાવી હતી અને કાયદાનું ભાન કરાવ્યું હતું. 

આ પણ વાંચો: અમદાવાદમાં તોફાની તત્ત્વોએ ફેલાવી અરાજકતા, અમરાઈવાડીમાં તલવાર-પાઈપ વડે કર્યા હુમલા

રખિયાલમાં શું થયું હતું?

રખિયાલમાં પોલીસની હાજરીમાં લુખ્ખા તત્ત્વોની દાદાગીરીનો વીડિયો વાઈરલ થયો હતો. વીડિયોમાં જોવા મળે છે કે, એક શખસ પોતાના હાથમાં તલવાર રાખીને રોડ પર ખૌફ દેખાડી રહ્યો હતો. જેની સાથે અન્ય એક શખસ પણ હથિયાર સાથે જોવા મળી રહ્યો હતો. અસામાજિક તત્ત્વો પોલીસને ધમકાવીને કહ્યું હતું કે, 'બહોત મારુંગા સાહેબ' તેમ છતાં પોલીસ ચૂપચાપ બધુ જોતી રહી હતી. તેમજ આરોપીએ પોલીસને પોતાની જ વાનમાં બેસાડીને દરવાજો બંધ કરીને ઘટના સ્થળ છોડવા કહ્યું હતું. જ્યારે સમગ્ર મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી હતી. જ્યારે ચાર આરોપીઓને પકડવા માટે સ્થાનિક પોલીસ અને એલસીબીએ શોધખોળ હાથ ધરી. પીસીઆર વાનના બે કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા.

અસામાજિક તત્ત્વોને હર્ષ સંઘવીએ આપી હતી ચેતવણી

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવી એ અસામાજિક તત્ત્વોને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, 'સીધા રહેજો. પોલીસ સાથે પનારો પડ્યો તો ચાલવામાં તકલીફ થશે સાથે કોઈપણ ટપોરી સામાન્ય નાગરિકને હેરાન કરશે તો તેના વરઘોડા નીકળશે.'



Google NewsGoogle News