MD ડ્રગ્સ માટે પૈસાની લેવડ-દેવડ વખતે જુહાપુરમાં બબાલ, અસામાજિક તત્ત્વોએ ખુલ્લા હથિયારો સાથે મચાવ્યો આતંક
Ahmedabad Anti Social Elements: ગુજરાતના અમદાવાદ શહેરમાં ફરી અસામાજિક તત્ત્વોનો આતંક સામે આવ્યો છે. જેમાં શહેરના જુહાપુરામાં આવેલી કેતકી સોસાયટીમાં નાણાંની લેવડ-દેવડ મામલે ઓસામા બક્ષી અને મંડલી જૂથ વચ્ચે તલવાર અને છરી જેવા હથિયાર સાથે થયેલી મારામારી થઈ હતી. જેના કારણે સ્થાનિક લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. આ અંગે વેજલપુર પોલીસે બંને પક્ષે ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બંને જૂથ વચ્ચે એમ ડી ડ્રગ્સ મામલે નાણાંકીય લેવડ-દેવડને લઈને ચાલતી તકરારમાં મામલો બીચક્યો હતો.
શું હતી ઘટના?
અમદાવાદના વેજલપુર જુહાપુરા રોડ પર આવેલી કેતકી સોસાયટીમાં રહેતા આસીફ શેખે નોંધાવેલી ફરિયાદની મુજબ, તે જમીન લે વેચનું કામ કરે છે. ગુરૂવારે ઓસામા બક્ષીએ ફોન કરીને ધમકી આપી હતી કે હું અમદાવાદ આવી ગયો છું. મને ઉછીના નાણાં માટે કેમ ફોન કરે છે. આ દરમિયાન આસીફે ઓસામા બક્ષીને ઘરે બેસીની વાત કરવા માટે બોલાવ્યો હતો. પરંતુ, તેણે મોહમ્મદ પાયક અને અન્ય માણસોને મોકલ્યા હતા. આ દરમિયાન મામલો બીચકતા ઓસામા બક્ષી ત્યાં તેના અન્ય સાગરિતો સાથે આવ્યો હતો અને તેણે વાહનોમાં તોડફોડ કરવાની સાથે તલવાર અને ખુલ્લા હથિયારો સાથે આતંક ફેલાવ્યો હતો. જેમાં બે થી ત્રણ લોકોને ઈજા પહોંચી હતી.
આ પણ વાંચોઃ કોઈ અરજી કે પુરાવાના મૂલ્યાંકન વિના કાયમી ભરણપોષણ નક્કી ન કરી શકાય: ગુજરાત હાઈકોર્ટ
પોલીસે હાથ ધરી તપાસ
આ અંગે વેજલપુર પોલીસ સ્ટેશનના પીઆઈ આર.એમ ચૌહાણ અને તેમના સ્ટાફે સ્થળ પર પહોંચીને સ્થિતિ કાબુમાં લઈ ઓસામા બક્ષી અને મંડલી જૂથના કુલ આરોપીઓની ધરપકડ કરીને કાર્યવાહી કરી હતી. પ્રાથમિક તપાસમાં બંને જૂથ વચ્ચે એમ ડી ડ્રગ્સ અંગે નાણાંકીય લેવડ-દેવડ અંગે તકરાર ચાલતી હતી. આ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે.