Get The App

અમદાવાદમાં AMTS બસ ચાલકે અકસ્માત સર્જ્યો, વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત

શહેરના શાહપુર ચાર રસ્તા પાસે બની ઘટના

પોલીસની વધુ તપાસ શરૂ કરી

Updated: Jul 4th, 2023


Google NewsGoogle News
અમદાવાદમાં AMTS બસ ચાલકે અકસ્માત સર્જ્યો, વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોત 1 - image
Image : File pic AMTS website

અમદવાદના શાહપુર ચાર રસ્તા પાસે AMTS બસ ચાલકે અકસ્માત સર્જયો છે જેમાં એક વૃદ્ધને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયુ છે. હાલ ઘટના સ્થળે પોલીસ પહોંચી ગઈ છે અને આગળની કાર્યવાહી કરી રહી છે. 

AMTSની બસો અવારનવાર અકસ્માત સર્જે છે

અમદાવાદમાં AMTSની બસો માતેલા સાંઢની માફક દોડતી હોય છે અને અવારનવાર અકસ્માત સર્જે છે ત્યારે આજે ફરી એકવાર શહેરમાં અકસ્માત સર્જયો હતો. શહેરના શાહપુર ચાર રસ્તા પાસે પુરપાટ ઝડપે આવી રહેલી બસે વૃદ્ધને અડફેટે લેતા તેનું ઘટના સ્થળે જ મોત થયુ હતું. આ અકસ્માત બાદ બસનો ડ્રાઈવર બસ મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે સ્થળ પર પહોંચીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બસ ચાલકની બેદરકારીથી અકસ્માત થયો

અમદાવાદ શહેરમાં રોજના હજારો લોકો  AMTS બસમાં મુસાફરી કરતા હોય છે. જો કે AMTS બસના ડ્રાઈવરો બસને બેફામ રીતે ચલાવતા હોય છે જેના પગલે મુસાફરોને ડર લાગતો હોય છે. આજે અમદાવાદમાં વધુ એક AMTSના બસ ચાલકે બેદરકારીથી બસ ચલાવતા અકસ્માત સર્જ્યો હતો જેના પગલે અક વૃદ્ધનું મોત નિપજ્યુ હતું. AMTS બસ પુરપાટ ઝડપે શહેરના શાહપુરના ચાર રસ્તા પાસે વૃદ્ધને અડફેટે લેતા ઘટના સ્થળે જ મોથ થયુ હતું. અકસ્માતના પગલે લોકો એકત્ર થઈ ગયા હતા અને ટ્રાફિક જામ થયો હતો. પોલીસને ઘટનાની જાણ થતા જ તે ઘટના સ્થળે પહોંચીને આગળની કાર્યવાહી કરી હતી. જો કે આ અકસ્માત સર્જીને બસ ચાલક બસ મુકીને ફરાર થઈ ગયો હતો.


Google NewsGoogle News