અમદાવાદ એરપોર્ટ 2023માં મુસાફરોથી ધમધમ્યું : એરપોર્ટમાં 1 વર્ષમાં 11 કરોડ મુસાફરો, 10 વર્ષમાં 25 ગણો વધારો
image : Socialmedia
અમદાવાદ,તા.29 જાન્યુઆરી 2024,સોમવાર
અમદાવાદના સરદાર વલ્લભભાઇ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ ખાતે વર્ષ 2023માં કુલ 11.65 કરોડ મુસાફરો નોંધાયા છે. આ સ્થિતિએ અમદાવાદ એરપોર્ટમાં દરરોજ સરેરાશ 32 હજાર મુસાફરોએ અમદાવાદ એરપોર્ટથી અવર-જવર કરેલી છે. અમદાવાદ એરપોર્ટ ખાતે 2014માં કુલ 48.09 લાખ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, 10 વર્ષમાં અમદાવાદ એરપોર્ટથી હવાઇ મુસાફરોમાં 25 ગણો જેટલો વધારો થયો છે.
10 વર્ષમાં ડોમેસ્ટિક મુસાફરોના પ્રમાણમાં 170 ટકા જ્યારે ઈન્ટરનેશનલ મુસાફરોમાં 60 ટકા જેટલો વધારો નોંધાયો
અમદાવાદ એરપોર્ટમાં વર્ષ 2023માં જાન્યુઆરી, માર્ચ, મે અને નવેમ્બર મહિના દરમિયાન મુસાફરોની અવર-જવર 10 લાખને પાર થઇ હતી. ડિસેમ્બરની વાત કરવામાં આવે તો 1.93 લાખ ઈન્ટરનેશનલ અને 7.98 લાખ ડોમેસ્ટિક એમ કુલ 9.91 લાખ મુસાફરો નોંધાયા હતા. ડિસેમ્બરમાં 1155 ઈન્ટરનેશનલ અને 6340 ડોમેસ્ટિક ફ્લાઇટની અવર-જવર નોંધાઇ હતી. આમ, પ્રત્યેક ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં સરેરાશ 167 અને ડોમેસ્ટિક ફ્લાઇટમાં સરેરાશ 126 મુસાફરો નોેંધાયા હતા.
વર્ષ 2023માં કુલ 18.73 લાખ ઈન્ટરનેશનલ જ્યારે 97.85 લાખ ડોમેસ્ટિક મુસાફરોની અવર-જવર હતી. જેની સરખામણીએ 2014માં 11.73 લાખ ઈન્ટરનેશનલ અને 36.48 લાખ ડોમેસ્ટિક મુસાફરો હતા. આમ, ઈન્ટરનેશનલ મુસાફરોમાં અંદાજે 60 ટકા જ્યારે ડોમેસ્ટિક મુસાફરોમાં 170 ટકા જેટલો વધારો નોંધાયો છે.
ડિસેમ્બર 2014 દરમિયાન અમદાવાદ એરપોર્ટમા 698 ઈન્ટરનેશનલ અને 2437 ડોમેસ્ટિક ફ્લાઇટની અવર-જવર હતી. આ સ્થિતિએ 2014 કરતાં 2023માં ડોમેસ્ટિક ફ્લાઇટમાં 125 ટકા અને ઈન્ટરનેશનલ ફ્લાઇટમાં 100 ટકા જેટલો વધારો થયો છે.
જાણકારોના મતે, પાંચ વર્ષ અગાઉ અમદાવાદ એરપોર્ટમાં માત્ર જ ડ્રોપ ઓફ્ લેન હતી. જેની સરખામણીએ હવે દરેક ટર્મિનલમાં લેનની સંખ્યા 6થી વધી ગઇ છે. એરપોર્ટમાં ચેક ઈન કાઉન્ટર વધીને 40 થયા છે અને સિક્યુરિટી ચેકિંગ એરિયા 30 ટકા જેટલો વધ્યો છે.
અમદાવાદ એરપોર્ટમાં ક્યારે કેટલા મુસાફરો
મહિનો |
2014 |
2023 |
જાન્યુઆરી |
4,13,254 |
10,60,877 |
ફેબ્રુઆરી |
3,93,746 |
9,75,680 |
માર્ચ |
3,66,776 |
10,09,056 |
એપ્રિલ |
3,62,496 |
9,43,718 |
મે |
4,31,490 |
10,01,307 |
જૂન |
3,80,421 |
9,48,383 |
જુલાઇ |
3,40,300 |
9,34,223 |
ઓગસ્ટ |
3,85,199 |
9,32,223 |
સપ્ટેમ્બર |
4,01,823 |
9,43,344 |
ઓક્ટોબર |
4,34,496 |
8,87,113 |
નવેમ્બર |
4,33,663 |
10,04,586 |
ડિસેમ્બર |
4,66,149 |
9,91,498 |