અમદાવાદ ઍરપોર્ટ પર પક્ષી-વાંદરાઓ ભગાડવા ઍરપોર્ટનો સ્ટાફ ફોડે છે ફટાકડા, મહિને 20 લાખનો ખર્ચ
Ahmedabad Airport Animal Control Cost: અમદાવાદના ઍરપોર્ટ પર રન-વે પર વાંદરા અને પક્ષીઓને ભગાડવા માટે દર મહિને 20 લાખ રૂપિયાના ફટાકડા ફોડવા પડે છે. ફટાકડા ના ફૂટે ત્યાં સુધી વાંદરા કે પક્ષીઓ જતાં નથી તેથી ઍરપોર્ટનો સ્ટાફ ફ્લાઇટ ઉપડવાની હોય ત્યાં પહેલેથી ફટાડકા લઈને પહોંચી જાય છે. આખો દિવસ સમયાંતરે ફૂટતા ફટાકડાના કારણે ઍરપોર્ટ પર ધુમાડો પણ છવાઈ જાય છે.
અમદાવાદ ઍરપોર્ટ પર દૈનિક 250થી વધારે ફલાઇટની અવરજવર
અમદાવાદ ઍરપોર્ટ પર હાલમાં ડોમેસ્ટિક અને ઈન્ટરનેશનલ દૈનિક 250 થી વધારે ફલાઇટની અવરજવર ચાલી રહી છે. રોજના 10,000 જેટલા ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ પેસેન્જર મુસાફરી કરી રહ્યા હોય છે. આ પૈકી મોટા ભાગની ફ્લાઇટના ટેક ઑફ સમયે પક્ષીઓ કે વાંદરા રન વે પર આવી જતાં હોય છે. જેના કારણે બર્ડ હિટ થવાનો ખતરો રહે છે. ફ્લાઇટના ટેક ઑફ સમયે જો પક્ષી અથડાઈ જાય તો ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડે છે અને ફ્લાઇટનું એન્જિનિયરો દ્વારા ચેકિંગ કરવામાં આવે છે ત્યારબાદ જ ફ્લાઇટને ટેક ઑફ કરવામાં આવે છે.
ઍરપોર્ટ પર પક્ષી-વાંદરાઓ ભગાડવા મહિને 20 લાખ ખર્ચાય છે
આ ખતરાને ટાળવા માટે ફટાકડા ફોડવા માટે ગ્રાઉન્ડ ઉપર માણસો 24 કલાક માટે રાખવામાં આવ્યા છે જેથી કરીને કોઈ મોટી દુર્ઘટના બને નહીં. આ માણસો દ્વારા 24 કલાક ફટાકડા ફોડવામાં આવી રહ્યા છે, એક અંદાજ પ્રમાણે મહિનામાં 15 લાખ રૂપિયાથી 20 લાખ રૂપિયાના ફટાકડા ફ્લાઇટ ઉપડે તે પહેલા ફોડવામાં આવે છે.
ઍરપોર્ટ પર સ્ટાફ ફટાકડા ફોડીને પક્ષી-વાંદરાઓને ભગાડે છે
ગયા વર્ષે ડિસેમ્બર સુધીમાં પાંચથી સાત બર્ડ હિટની ઘટના બની હતી. જો કે ફટાકડા ફોડવાનું ચાલુ કરાયું પછી અત્યાર સુધીમાં આવી કોઈ ઘટના સામે આવી નથી સેલિબ્રિટીઓ તેમજ ઉદ્યોગપતિઓની અવરજવર પણ થતી હોય છે, ચાર્ટર્ડ પ્લેનની પણ અમદાવાદ ઍરપોર્ટ પરથી મુવમેન્ટ સૌથી વધારે છે.
આ કારણે હવે ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ સિવાય પણ બે વીઆઈપી ગેટ રાખવામાં આવ્યા છે એક ગેટ ગેરેજ સેલની બાજુમાં અને બીજો ગેટ ડોમેસ્ટિક બિલ્ડિંગની બાજુમાં રાખવામાં આવ્યો છે જે ફક્ત વીવીઆઇપી માટે જ રાખવામાં આવ્યો છે. કેટલાક કેસમાં સેલિબ્રિટી પણ આ ગેટનો ઉપયોગ કરી રહ્યા છે.