અમદાવાદમાં સાતમા માળેથી લિફ્ટ તૂટતા 7 શ્રમિકોના કરૂણ મોત
-એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતાં 7 શ્રમિકોના મોત
અમદાવાદ, તા. 14 સપ્ટેમ્બર 2022, બુધવાર
અમદાવાદમાં ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના સર્જાઈ છે. જ્યાં એસ્પાયર-2 નામની બિલ્ડિંગના બાંધકામ દરમ્યાન 7 શ્રમિકોના મોત થયાના અહેવાલ મળી રહ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે એસ્પાયર-2 નામની બિલ્ડિંગમાં બાંધકામ દરમિયાન સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7 શ્રમિકોના મોત થયા છે. આ ઘટનામાં બે શ્રમિકોને ગંભીર ઇજા થતાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
- ગુજરાત યુનિવર્સિટી નજીક મોટી દુર્ઘટના
- એસ્પાયર-2 નામની બિલ્ડીંગનુ કન્ટ્રક્શન વખતે બની ઘટના
- મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની
- સાતમા માળેથી એક લિફ્ટ તૂટી પડતા 7શ્રમિકોના મોત
મૃત્યુ પામનાર શ્રમિકો :
પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક મજૂરો ઘોઘમ્બાના વતની હોવાની માહિતી મળી રહી છે.
સંજયભાઈ બાબુભાઇ નાયક , ઉમર 20 વર્ષ
જગદીશભાઈ રમેશભાઈ નાયક,ઉંમર 21 વર્ષ
અશ્વિનભાઈ સોમાભાઈ નાયક,ઉમર 20 વર્ષ
મુકેશ ભરતભાઇ નાયક,ઉમર 25 વર્ષ
મુકેશભાઇ ભરતભાઇ નાયક, ઉમર 25 વર્ષ
રાજમલ સુરેશભાઇ ખરાડી,ઉમંર 25 વર્ષ
પંકજભાઇ શંકરભાઇ ખરાડી,ઉમર 21 વર્ષ