અમદાવાદમાં 19 વર્ષીય નર્સે સાબરમતીમાં કૂદીને કર્યો આપઘાત, ફોનમાંથી મળેલા દસ્તાવેજો આધારે કરી ઓળખ
Suicide in Ahmedabad : અમદાવાદના રિવરફ્રન્ટ પરથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. સુભાષબ્રિજ રિવરફ્રન્ટ પરથી લગભગ 2:40 વાગ્યે એક યુવતીની સાબરમતી નદીમાં ડૂબી જવાની ઘટના સામે આવી છે. ભૂમિ વાઘેલા નામની 19 વર્ષની નર્સે નદીમાં ઝંપલાવી આપઘાત કર્યો હતો. ઘટનાસ્થળે હાજર રહેલા 21 વર્ષીય ચિત્રકાર બિલાલ અન્સારીના જણાવ્યા અનુસાર, તે અને તેનો મિત્ર નજીકમાં બેઠા હતા ત્યારે તેઓએ જોયું કે ભૂમિ રિવરફ્રન્ટ વોકવેમાં પ્રવેશી રહી છે. તે થોડા સમય માટે ફોન પર વાત કરતી જોવા મળી હતી. થોડા સમય પછી, તેણીએ પોતાનો ફોન અને બેગ એક બેંચ પર મૂકીને નદીમાં કૂદકો લગાવી દીધો હતો.
અન્સારી અને તેના મિત્રએ તેને બચાવવા માટે કાઢવા દુપટ્ટો (લાંબા સ્કાર્ફ) તેની તરફ ફેંક્યો હતો, જોકે ભૂમિએ તેને પકડ્યો નહતો અને વિરૂદ્ધ દિશામાં ડૂબવાનો પ્રયાસ કર્યો હતો.
આ પણ વાંચોઃ ગુજરાત માટે ખુશખબર, ભારે વરસાદથી 113 જળાશયો છલકાયા, સરદાર સરોવર ડેમમાં પાણીની જંગી આવક
રિવરફ્રન્ટ પોલીસ અને ફાયર વિભાગને તાત્કાલિક જાણ કરવામાં આવી હતી અને બચાવ કામગીરી શરૂ કરવા માટે ઘટના સ્થળે પહોંચ્યા હતા. લગભગ અડધા કલાકની શોધખોળ પછી, ફાયર વિભાગના અધિકારીઓએ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો તેના મૃત્યુની પુષ્ટિ કરી હતી.
પોલીસ ભૂમિને તેની બેગ અને ફોનમાંથી મળેલા દસ્તાવેજો પરથી ઓળખવામાં સફળ રહી, જેનાથી તેઓ તેના સંબંધીઓનો સંપર્ક કરી શકે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ભૂમિ વાઘેલા સાબરમતી વિસ્તારની રહેવાસી હતી અને નિર્ણયનગર વિસ્તારમાં આવેલી ત્રિશા મલ્ટિસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નર્સ તરીકે કામ કરતી હતી.