Get The App

અમદાવાદમાં સ્પા સેન્ટરના ગોરખધંધામાં તોડબાજીનો મામલો : વિજય માલી માટે કામ કરતો વિવેક નામનો શખ્સને ભૂગર્ભમાં ઉતારી દેવાયો

Updated: Apr 28th, 2025

GS TEAM


Google News
Google News
અમદાવાદમાં સ્પા સેન્ટરના ગોરખધંધામાં તોડબાજીનો મામલો : વિજય માલી માટે કામ કરતો વિવેક નામનો શખ્સને ભૂગર્ભમાં ઉતારી દેવાયો 1 - image


Ahmedabad : અમદાવાદમાં સ્પામાં તોડબાજીના મામલે હેડ કોન્સ્ટેબલ વિજય માલી પર અપ્રમાણસર મિલકતનો ગુનો નોંધાવાની સાથે અમદાવાદમાં આવેલા પાંચ હજારથી વધુ સ્પા સેન્ટરમાં ચાલતા કૌભાંડને લઇને પણ અનેક સવાલ ઉભા થયા છે. સુત્રો દ્વારા જાણવા મળ્યુ છે કે વિજય માલી અમદાવાદ પોલીસના ચોક્કસ વિભાગ માટે સ્પામાં ઉઘરાણીનું કામ કરતો હતો અને તેણે આ માટે તેના વિશ્વાસુ માણસોની ટીમ બનાવી હતી. જેમાં એક વિવેક નામનો વ્યક્તિ તેનો સૌથી નજીકનો હતો. જે અમદાવાદમાં સ્પા સેન્ટરમાંથી નાણાં ઉઘરાવીને વિજય માલીને આપતો હતો અને ત્યારબાદ તે નાણાં ઉચ્ચ અધિકારીને અગાઉથી નક્કી થયા મુજબ વહેચણી કરવામાં આવતા હતા. ત્યારે આ મામલે વિજય માલીની સઘન પુછપરછ કરવામાં આવે તો ઉચ્ચ પોલીસ અધિકારીઓ દ્વારા ગોઠવવામાં આવેલા મોટા કૌભાંડનો પર્દાફાશ થઇ શકે છે.

હેડ કોન્સ્ટેબલ વિજય માલી પોલીસ અધિકારીઓ માટે વિવેક નામના વ્યક્તિ દ્વારા અમદાવાદના મોટાભાગના સ્પામાં ઉઘરાણીનું કામ કરાવતો હતો

અમદાવાદના એક સ્પાના સંચાલક પાસેથી સવા લાખ રૂપિયાના લેવાના મામલે પોલીસ કમિશનર જી.એસ.મલિકે તપાસના આદેશ આપતા કે કંપનીમાં ફરજ બજાવતા વિજય માલી નામના હેડ કોન્સ્ટેબલની સંડોવણી સામે આવી હતી. ત્યારે પોલીસે સમગ્ર મામલે તપાસ કરતા વિજય માલીની 1.33 કરોડની મિલકત મળી આવતા અપ્રમાણસર મિલકતોનો ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી હતી. 

સુત્રોના જણાવ્યા મુજબ હેડ કોન્સ્ટેબલ વિજય માલી અમદાવાદ પોલીસના એક ચોક્કસ વિભાગના ઉચ્ચ પોલીસ અધિકારીઓ માટે અમદાવાદના મોટાભાગના સ્પામાં વહીવટ સંભાળવાની કામગીરી કરતો હતો. આ માટે તેણે અમદાવાદમાં તેના ખાસ વિવેક નામના વ્યક્તિને કામગીરી સોંપી હતી. જેમાં કોઇ સ્થાનિક પોલીસ દ્વારા જે તે વિસ્તારના સ્પામાં તપાસ કરવામાં આવે તો તે સ્પાનો સંચાલક પહેલા વિવેકનો સંપર્ક કરતો હતો અને બાદમાં વિજય માલી અગાઉથી ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથે સેટલમેન્ટ હોવાનું કહીને સ્પાના સંચાલકને સ્થાનિક પોલીસની કામગીરીથી બચાવી લેતો હતો. એટલું જ વિવેક નામના વ્યક્તિ પાસે અમદાવાદના ક્યાં સ્પાના સંચાલક પાસે કેટવી વિદેશથી યુવતીઓ આવી છે.? અન્ય રાજ્યોમાંથી યુવતીઓને લાવીને સ્પામાં સપ્લાય કરવાનું કામ કોણ કરે છે? તે તમામ વિગતો હોય છે. જે તેની પાસે રહેલા ખાસ ફોનમાં ડેટા ફોલ્ડરમાં રાખતો હતો. 

જો કે હવે વિજય માલી વિરૂદ્ધ પોલીસે કાર્યવાહી કરતા અમદાવાદ પોલીસના એક ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ નવા વહીવટદારની શોધ શરૂ કરી છે. સાથે સાથે ઉચ્ચ પોલીસ અધિકારીઓની કરમ કુંડળી જાણતા વિવેક નામના વ્યક્તિને ખાસ સુચના આપી છે કે તે સ્પા સેન્ટરમાં નક્કી કરેલા નાણાં એકઠા કરવા માટે નવા વહીવટદારને મદદ કરે. જેથી અમદાવાદમાં મસાજ સેન્ટરના નામે ચાલતા ગેરકાયદે કારોબારથી થતી લાખો રૂપિયાની આવક પર બ્રેક ન લાગે. પરંતુ, થોડા સમય માટે વિવેક નામના ખાનગી વહીવટદારને અંડરગ્રાઉન્ડ થવા માટે સુચના આપવામાં આવી છે. આમ, અમદાવાદમાં ચાલતા મસાજ સેન્ટરમાં ફરીથી નવો વહીવટદાર આવશે ત્યારે વિજય માલીએ ગોઠવેલા નેટવર્કને સક્રિય કરવામાં આવશે.

Tags :