Get The App

સુરત : ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી એકાએક ગાયબ, કોંગ્રેસ કાર્યકરોએ ઘરે પહોંચી કર્યો હોબાળો

Updated: Apr 23rd, 2024


Google NewsGoogle News
સુરત : ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી એકાએક ગાયબ, કોંગ્રેસ કાર્યકરોએ ઘરે પહોંચી કર્યો હોબાળો 1 - image


Lok Sabha Elections 2024: સુરત લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારનું ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસના ઉમેદવાર સામે કાર્યકરોનો ભારે રોષ જોવા મળી રહ્યો છે. આજે સવારે કેટલાક કાર્યકરો કુંભાણીના ઘરે જઈને જનતાના ગદ્દારના બેનર લઈ વિરોધ પ્રદર્શન કર્યું હતું. 

નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું

સુરત લોકસભામાં કોંગ્રેસે  નિલેશ કુંભાણીને ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા. ત્યારબાદ નાટકીય રીતે નિલેશ કુંભાનીના ટેકેદાર ગાયબ થઈ ગયા હતા. જેને કારણે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ થયું હતું. ત્યારબાદ ગણતરીના કલાકોમાં અન્ય આઠ ઉમેદવારોએ પણ પોતાનો ફોર્મ પર ખેંચી લેતા અને ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા હતા. 

કોંગ્રેસી કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી

સમગ્ર કિસ્સા માટે કોંગ્રેસના નેતાઓએ નિલેશ કુંભાણીની ભૂમિકાને શંકાસ્પદ ગણાવી છે. કુંભાણીના કારણે સુરતમાં નહીં પરંતુ સમગ્ર ભારતમાં કોંગ્રેસનું ધોવાણ થયું છે. જેને કારણે ઘણા કોંગ્રેસી કાર્યકરોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. આજે સવારે કોંગ્રેસના કેટલાક કાર્યકરો નિલેશ કુંભાણીના સુરત ખાતેના નિવાસ્થાને પહોંચ્યા હતા. કાર્યકરોએ 'જનતાનો ગદ્દાર, લોકશાહીનો હત્યારો' તેવા બેનર લઈને વિરોધ કર્યો હતો. આ વિરોધ કરનાર કાર્યકરોને પોલીસે ડીટેઇન કર્યા હતા.

નિલેશ કુંભાણી ભાજપમાં જોડાઈ તેવી શક્યતા

સુરત બેઠક પરથી કોંગ્રેસે જેમને ટિકિટ આપી હતી તે નિલેશ કુંભાણીનું ફોર્મ રદ કરાયું હતું. તેમના ટેકેદાર તેમના ભાણીયા અને ભાગીદાર હતા. આ ટેકેદારોએ સોગંદનામામાં પોતાની સહી ન હોવાની વાત કરી હતી. જોકે, હવે એક નવા સમાચાર મળી રહ્યા છે કે ભાજપ સામે મેદાને ઉતરેલા નિલેશ કુંભાણી હવે ભાજપમાં જોડાઈ શકે છે. આ અઠવાડિયાના અંત સુધીમાં તેઓ ભાજપમાં જોડાય તેવી શક્યતાઓ છે.

સુરત : ફોર્મ રદ થયા બાદ કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી એકાએક ગાયબ, કોંગ્રેસ કાર્યકરોએ ઘરે પહોંચી કર્યો હોબાળો 2 - image


Google NewsGoogle News