ગુજરાતમાં ફરી એકવાર જૂની પેન્શન યોજના માટે આંદોલન, સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા ધરણાં
6મીએ તમામ કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરીને ફરજ બજાવશે
Agitation for old pension scheme in Gujarat : લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે ગુજરાતમાં ફરી એકવાર જુની પેન્શન થઈ ગયું છે. ગુજરાત રાજ્ય સંયુક્ત કર્મચારી મોરચા મોરચા હેઠળ હેઠળ અધ્યાપકો-શિક્ષકો દ્વારા ગઈકાલે કાળી પટ્ટી ધારણ કરીને ફરજ બજાવવામા આવી હતી અને 16મીએ તમામ કર્મચારીઓ દ્વારા કાળા કપડા પહેરીને ફરજ બજાવશે. જ્યારે 23મીએ ગાંધીનગર ખાતે ધરણા કરવામા આવનાર છે.
સરકારી કર્મચારીઓ લાંબા સમયથી માંગણી કરી રહ્યા છે
ગુજરાત વિધાનસભાની ચૂંટણી ટાણે પણ ગુજરાતમાં જુની પેન્શન યોજના માટે આંદોલન શરૂ થયુ હતુ ત્યારે હવે લોકસભાની ચૂંટણી આવી રહી હોઈ ગુજરાત સરકાર માટે જુની પેન્શન યોજનાનો મુદ્દો માથાના દુખાવા સમાન બની રહ્યો છે. કારણકે ઘણા સમયથી કર્મચારીઓ ઉગ્ર માંગણી કરી રહ્યા છે અને કેટલાક રાજ્યમાં નવી પેન્શન યોજનાને રદ કરીને જુની પેન્શન યોજના લાગુ કરી દેવાઈ છે.
કર્મચારીઓ ગાંધીનગર ખાતે સરકાર સામે ધરણા પર ઉતરશે
રાજયની સરકારી-ગ્રાન્ટેડ સ્કૂલોના શિક્ષકો તેમજ સરકારી ટેકનિકલ કોલેજના અધ્યાપકો સહિતના વિવિધ સરકારી કર્મચારીઓ દ્વારા જુની પેન્શન યોજનાની માંગ સાથે આંદોલન શરૂ કરવામા આવ્યુ છે. જુની પેન્શન યોજનામાં સમાવીને ફિક્સ પગારી યોજના દૂર કરવા સહિતની માંગો કરવામા આવી છે. કર્મચારીઓએ આજે કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ રજૂ કર્યો હતો અને આગામી 23મીએ સંયુક્ત મોરચા હેઠળ કર્મચારીઓ ગાંધીનગર ખાતે સરકાર સામે ધરણા પર ઉતરશે.