છઠ્ઠી વખત વિશ્વકપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિન્સનું અટલબ્રિજના નજારા સાથે ફોટો સેશન

કમિન્સ સાથે ઓસ્ટ્રેલિયન ક્રીકેટરોએ રિવરક્રુઝ ઉપર ખમણ,ઢોકળાં ખાધા

Updated: Nov 20th, 2023


Google NewsGoogle News

       છઠ્ઠી વખત વિશ્વકપ જીત્યા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટન કમિન્સનું અટલબ્રિજના નજારા સાથે  ફોટો સેશન 1 - image

 અમદાવાદ,સોમવાર,20 નવેમ્બર,2023

વિશ્વકપ ક્રીકેટના ઈતિહાસમાં રવિવારે ભારતની ક્રીકેટ ટીમને પરાજય આપી ઓસ્ટ્રેલિયાની ટીમે છઠ્ઠી વખત વિશ્વકપ જીત્યો હતો.વિશ્વકપ જીત્યા બાદ ટીમના કેપ્ટન પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયાના અન્ય બે ક્રીકેટર સાથે સાબરમતી રિવરફ્રન્ટ સોમવારે સવારે ૧૧ કલાકની આસપાસ પહોંચ્યા હતા.જયાં અટલબ્રિજના નજારા સાથે વર્લ્ડકપ ટ્રોફી સાથે ફોટોસેશન કરાવ્યુ હતુ.રિવરક્રુઝ ઉપર ખમણ અને ઢોકળા ખાવાનો લહાવો પણ લીધો હતો.

સોમવારે વિશ્વકપ વિજેતા ઓસ્ટ્રેલિયન ક્રીકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સ ટીમના અન્ય ખેલાડીઓ ઉપરાંત સાબરમતી રિવરફ્રન્ટ અને અટલફુટ ઓવરબ્રિજ ખાતે પહોંચ્યા હતા.રિવરફ્રન્ટ ખાતે વી.વી.આઈ.પી. મુવમેન્ટ હોવાના ખાતે બપોરના ૧૨.૩૦ સુધી મ્યુનિ.તંત્ર દ્વારા રિવરફ્રન્ટ લોઅર પ્રોમિનાડ ઉપર અવરજવર બંધ કરવામાં આવી હતી.કમિન્સ ઉપરાંત ઓસ્ટ્રેલિયાની ટીમના અન્ય બે ક્રીકેટરો આઈ.સી.સી.ના અધિકારીઓ સાથે સોમવારે સવારે ૧૧ કલાકે સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પહોંચ્યા હતા.રિવરફ્રન્ટ ઉપર  રિવરક્રુઝની મુલાકાત પણ આ સમયે લીધી હતી.શરુઆતના સમયમાં સાબરમતી નદી અને અટલફુટઓવરબ્રિજના નજારા સાથે વર્લ્ડ કપ ટ્રોફી સાથે ફોટો શુટ કરાવ્યુ હતુ.રિવરક્રુઝ ઉપર એક કલાકથી વધુ સમય પસાર કર્યો હતો.આ સમયે તેમને ખમણ અને ઢોકળાંનો નાસ્તો આપવામાં આવ્યો હતો.આ ઉપરાંત નાસ્તામાં ફાફડા-જલેબીની સાથે દસ અલગ અલગ પ્રકારના ફ્રુટ અને કોન્ટિનન્ટલ પીરસવામાં આવ્યા હતા.કેપ્ટને ખમણ-ઢોકળા ખાધા બાદ બ્લેક ટીનો સ્વાદ માણ્યો હતો.સાબરમતી રિવરફ્રન્ટ અને રિવરક્રુઝની મુલાકાત લીધા બાદ ઓસ્ટ્રેલિયન કેપ્ટને રિવરફ્રન્ટ આઈકોનિક સ્થળ હોવાનુ કહી સિડનીની યાદ તાજા કરી હતી.


Google NewsGoogle News