મતદાન કર્યા બાદ અમદાવાદના બે લાખથી વધુ લોકોએ AMTS માં મફત મુસાફરી કરી
તંત્ર તરફથી પહેલી શિફટમાં ૭૪૦ બસ ઓન રોડ મુકવામાં આવી હતી
અમદાવાદ,મંગળવાર, 7 મે,2024
૭મેના રોજ લોકસભા ચૂંટણીના મતદાનને લઈ એ.એમ.ટી.એસ.તરફથી
મતદાન કરી આંગળી ઉપર સાહીનું નિશાન બતાવનારાને મફત મુસાફરી કરવા દેવાનો નિર્ણય
લેવાયો હતો. બે લાખથી વધુ લોકોએ આ મફત મુસાફરી યોજનાનો લાભ લીધો હતો.તંત્ર તરફથી
પહેલી શિફટમાં ૭૪૦ બસ ઓન રોડ મુકવામાં આવી હતી.
લોકસભા ચૂંટણી માટે યોજાયેલા મતદાનની ટકાવારીમાં વધારો થાય
એ હેતુથી મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ
તરફથી એક દિવસ માટે મતદાન કરનારાઓને બસમાં મફત મુસાફરી કરવા દેવાના નિર્ણયને
સાનુકુળ પ્રતિસાદ મળ્યો હતો.એ.એમ.ટી.એસ.અધિકારી આર.એલ.પાંડેએ કહયુ, પહેલી શિફટમાં
૭૪૦ બસ શહેરના વિવિધ રુટ ઉપર ઓન રોડ
મુકવામાં આવી હતી.જેમાં બે લાખથી વધુ મુસાફરોએ મતદાન કર્યા બાદ મુસાફરી કરી
હોવાનો પ્રાથમિક અંદાજ મુકવામાં આવ્યો છે.મતદાનનો સમય સાંજે ૬ કલાક સુધીનો હોવાથી
ચોકકસ કેટલા લોકોએ એ.એમ.ટી.એસ. બસમાં મફત મુસાફરી કરી હતી એ વિગત મોડેથી જાણવા મળી શકશે.