Get The App

ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થયા પછી ડેવલપરને અપાયેલી રજા ચિઠ્ઠી, ઈજનેરનું લાયસન્સ રદ કરાશે

જે સ્થળે મકાન ધરાશાયી થયું એની નજીકમાં બાંધકામ માટે ખાડા કરાયા હતા

Updated: Mar 26th, 2025


Google News
Google News

    ઘાંચીની પોળમાં મકાન ધરાશાયી થયા પછી  ડેવલપરને અપાયેલી રજા ચિઠ્ઠી, ઈજનેરનું લાયસન્સ રદ કરાશે 1 - image 

  અમદાવાદ,મંગળવાર,25 માર્ચ,2025

માણેકચોક વિસ્તારમાં આવેલી ઘાંચીની પોળમાં સોમવારે ત્રણ માળનુ મકાન ધરાશાયી થયુ હતુ. મકાન ધરાશાયી થયુ એની નજીકમાં એક ડેવલપર દ્વારા બાંધકામ કરવા ખાડા કરાયા હતા. આ ડેવલપરને મ્યુનિ.તંત્રે બાંધકામ માટે આપેલી રજા ચિઠ્ઠી તથા ઈજનેરનુ લાયસન્સ રદ કરવામાં આવશે.

ઘાંચીની પોળમાં ૮૦ વર્ષ જુનુ જર્જરીત મકાન ધરાશાયી થતા બે લોકો ઈજાગ્રસ્ત થવાની સાથે કુલ પાંચ લોકોને ફાયર વિભાગે કાટમાળમાંથી બહાર કાઢયા હતા. મ્યુનિ.એસ્ટેટ વિભાગની મંગળવારે મળેલી કમિટી બેઠકમાં આ મામલે થયેલી ચર્ચામાં ધરાશાયી થયેલા મકાનની નજીકના અંતરે ડેવલપર દ્વારા બાંધકામ કરવા ખાડા ખોદયા હોવાથી જર્જરીત મકાન નમી પડતા ધરાશાયી થયુ હોવાની વિગત બહાર આવતા બાંધકામની રજા ચિઠ્ઠી રદ કરવા તથા ઈજનેરનું લાયસન્સ રદ કરવાની કમિટીમાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને સુચના અપાઈ હતી.

Tags :