અમદાવાદ બાદ હવે સૌરાષ્ટ્રના આ શહેરમાં પણ દોડશે મેટ્રો, ગુજરાત સરકારે કેન્દ્રને મોકલ્યો પ્રસ્તાવ
Metro Will Run In Rajkot : રાજ્યમાં અમદાવાદ બાદ હવે સૌરાષ્ટ્રના રાજકોટને પણ મેટ્રોની ભેટ મળી શકે છે, ત્યારે રાજ્ય સરકાર દ્વારા મેટ્રોની મંજૂરી માટે કેન્દ્રમાં પ્રસ્તાવ મોકલવામાં આવ્યો છે. તેવામાં મેટ્રો રેલ અધિકારી દ્વારા સર્વેની કામગીરી પણ હાથ ધરવામાં આવી છે. જેમાં 10 હજાર કરોડના ખર્ચે શહેરમાં 39 કિલોમીટના મેટ્રોના રૂટને લઈને તૈયારી ચાલી રહી છે.
રાજ્ય સરકારે કેન્દ્રમાં પ્રસ્તાવ મોકલ્યો
રાજકોટમાં મેટ્રોને લઈને રાજ્ય સરકાર દ્વારા કેન્દ્રમાં મોકલવામાં આવેલા પ્રસ્તાવ પર મંજૂરી મળતા મેટ્રો શરૂ થઈ શકે છે. રાજકોટમાં મેટ્રોની શરૂઆત થતા આશરે 30 હજાર લોકોને તેનો લાભ થશે અને શહેરમાં ટ્રાફિક સમસ્યામાં રાહત મળશે.
મેટ્રો શરૂ થતા થશે આ ફાયદાઓ
શહેરમાં મેટ્રોની શરૂઆત થવાથી રિયલ એસ્ટેટને પ્રોત્સાહન મળવાથી શહેરમાં રોકાણનો નવો વિકલ્પ મળશે. આ ઉપરાંત, મુસાફરોના સમય અને ખર્ચમાં બચત થતાની સાથે લોકોની જીવનશૈલીમાં સુધારો જોવા મળશે. તેમજ અર્બન ઈન્ફ્રાન્ટ્રક્ચરનું હબ બનવાની શરૂઆત થશે.