Get The App

માત્ર એક જ વકીલને કેસ આપતા હોવાનો રામોલ પોલીસ પર આરોપ મુકાયો

પોલીસ અને વકીલ સાંઠગાંઠનો વિડીયો વાયરલ થયો

અમદાવાદ પોલીસ પર સોશિયલ મિડીયા વિડીયો પોસ્ટચ કરીને આક્ષેપ કરાયોઃ આક્ષેપિત વકીલે તપાસની માંગ કરી

Updated: Dec 29th, 2024


Google NewsGoogle News
માત્ર એક જ વકીલને કેસ આપતા હોવાનો રામોલ પોલીસ પર આરોપ મુકાયો 1 - image

અમદાવાદ,રવિવાર

અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને ચોક્કસ વકીલ સાથે સાંઠગાંઠ હોવાનો ગંભીર આરોપ મુકતો વિડીયો સોશિયલ મિડીયામં વાયરલ થતા વિવાદ થયો છે. જેમાં પોલીસ કમિશન કે અન્ય સેટીંગ કરીને કેસ આપતા હોવાનો આક્ષેપ એક વકીલ દ્વારા કરાયો છે. જે મામલે આક્ષેપિત વકીલે સમગ્ર કેસની તટસ્થ તપાસ કરવાની સાથે વાયરલ વિડીયો અંગે કાર્યવાહી કરવા માટે માંગણી કરી છે. જે મુદ્દો હાલ ચર્ચાનો વિષય બન્યો છે. આ સમગ્ર બનાવની વિગતો એવી છે કે થોડા દિવસ પહેલા સોશિયલ મિડીયામાં અશ્વિન પ્રજાપતિ નામના એક વકીલનો વિડીયો વાયરલ થયો હતો. જેમાં વકીલે પોતાની ઓળખ વસ્ત્રાલ વકીલ એસોશિયનના અગ્રણી તરીકે આપીને રામોલ પોલીસ પર ગંભીર આરોપ મુક્યો હતો કે પોલીસ માત્ર એક જ વકીલને પોલીસ સ્ટેશનના કેસ આપે છે. હર્ષ પ્રજાપતિ નામના વકીલ પર એવો પણ આક્ષેપ લગાવ્યો કે તેની ઓફિસ પોલીસના નાણાંથી તૈયાર કરીને ચલાવવામાં આવી રહી છે. આમ, પ્રથમવાર  પોલીસ પર ગંભીર આરોપ મુકવામાં આવતો વિડીયો ચર્ચાનો મુદ્દો બન્યો છે.

માત્ર એક જ વકીલને કેસ આપતા હોવાનો રામોલ પોલીસ પર આરોપ મુકાયો 2 - image

(એડવોકેટ  હર્ષ પ્રજાપતિ  )

આ મામલે ઉચ્ચ પોલીસ અધિકારીએ જણાવ્યુ કે અશ્વિન પ્રજાપતિએ પોલીસ પર કરેલા આક્ષેપ પાયા વિહોણા છે. કારણ કે પોલીસના પૈસાથી કોઇ વકીલનો ઓફિસનું સંચાલન થતુ નથી. તેમજ જે પોલીસ કર્મચારીઓના નામ આપ્યા છે. તેમાં વકીલ સાથે સાંઠગાંઠના પુરાવા પણ નથી. જેથી મામલે વકીલ અશ્વિન પ્રજાપતિના વાયરલ વિડીયો અંગે બાર એસોશિએશનમાં જાણ કરવામાં આવશે. કારણ કે પોલીસ કરાયેલો આરોપ ગંભીર છે.

માત્ર એક જ વકીલને કેસ આપતા હોવાનો રામોલ પોલીસ પર આરોપ મુકાયો 3 - image

(વકીલ અશ્વિન પ્રજાપતિ)

બીજી  તરફ આક્ષેપિત વકીલ હર્ષ પ્રજાપતિએ જણાવ્યું કે  વકીલોનું એસોશીએશન  ગુજરાત બાર એસોશીએશન હોય છે. જ્યારે વસ્ત્રાલ વકીલ એસો.ના નામે વ્યક્તિ આક્ષેપ કરીને માત્ર જુનિયર વકીલોને ઉશ્કેરીને પોલીસ પર દબાણ કરવાની સાથે બદનામ કરવાનું કાવતરૂ છે. જેથી આ અંગે ઉચ્ચ પોલીસ અધિકારીઓને રજૂઆત કરીને અશ્વિન પ્રજાપતિ નામના વકીલ  વિરૂદ્ધ તપાસ કરવા માટે માંગણી કરવામાં આવી છે. તેમજ બાર ેએસોશીએશનમાં પણ રજૂઆત કરાશે.



Google NewsGoogle News